નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં RTO દ્વારા ટુ વ્હિલરની નવી સિરીઝમાં બહાર પાડવામાં આવી હતી. જેમાં રાજકોટવાસીઓએ લાખો રૂપિયાની બોલી લગાવી છે. ટુ વ્હિલરની નવી સિરીઝમાં રાજકોટ RTOને 40.87 લાખની આવક થઈ છે. જ્યારે સૌથી વધુ રકમની બોલી 9 નંબર માટે લગાવવામાં આવી હતી. જો કે જેટલી રકમ નંબર માટે આપવામાં આવી છે એટલામાં બે ટુ વ્હિલર પણ આવી શકે છે.
રાજકોટને રંગીલું રાજકોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ રાજકોટ RTO દ્વારા નવી સિરીઝ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે રાજકોટવાસીઓનો રંગિલો મિજાજ જોવા મળતો હોય છે. વાહનની કિંમત ડબલ રકમ નંબરમાં ખર્ચ કરતાં હોય છે. તાજેતરમાં રાજકોટ RTO દ્વારા GJ03MK સિરીઝ બહાર પાડવામાં આવી હતી. જેમાં કુલ 1185 અરજી માન્ય રાખવામાં આવી હતી. રાજકોટમાં એમ.કે સિરીઝમાં આરટીઓને કુલ 40,87,000ની આવક થઇ હતી.
એમ.કે સિરીઝના ઈ-ઓક્શનમાં એક વાહનચાલકે 0009 નંબર માટે સૌથી વધારે 1.62 લાખ ની બોલી લગાવી હતી. 0047 નંબર માટે 90,000, 1111 માટે 85,000, 0001 નંબરના 84,000, 0004 નંબર માટે 83,500, 0007 નંબર માટે 67,000, 0005 નંબર માટે 51,000, 1008 નંબર માટે 50,500, 0077 નંબર માટે 49,000, 4747 નંબર માટે 40 હજારની બોલી લગાવવામાં આવી હતી. ઓનલાઈન ઓક્શનમાં મનપસંદ નંબર લેવામાં સફળ થયેલા અરજદારોએ બોલી લગાવેલી રકમ પાંચ દિવસમાં RTOમાં ભરવાના રહેશે. જ્યારે ઓક્શનમાં નિષ્ફળ ગયેલા અરજદારોને પાંચ દિવસમાં રિફંડ આપવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











