Sunday, November 8, 2026
HomeGeneral'સુરત પોલીસના 200 જવાનો મારી પાછળ હતા'- મહારાષ્ટ્ર પાછા આવેલા નીતિન દેશમુખનો...

‘સુરત પોલીસના 200 જવાનો મારી પાછળ હતા’- મહારાષ્ટ્ર પાછા આવેલા નીતિન દેશમુખનો ગંભીર આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે સરકાર પર હાલ ઘાત છે, જેમાં 46 ધારાસભ્યો પોતાની સાથે હોવાના દાવા સાથે એકનાથ શિંદે જુથ હવે આસામ પહોંચી ગયું છે. ત્યારે સુરતની હોટલમાંથી નાગપુર ભાગી ગયેલા નીતિન દેશમુખે ઘણા ગંભીર આક્ષેપો ગુજરાત પર લગાવ્યા છે. તેમણે કહ્યું કે 20થી 25 લોકો મને હોસ્પિટલ લઈ ગયા હતા અને મને ઈન્જેક્શન લગાવવા બળજબરી કરતા હતા. તે ઈન્જેક્શન કયા હતા તે મને ખબર નથી. મને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો.



બળવાખોર ધારાસભ્યો સાથે શિવસેનાના એકનાથ શિંદે મહારાષ્ટ્ર છોડી સુરત પહોંચ્યા ત્યારથી રાજકીય સંકટ ઊભું થયું છે. સુરત આવેલા ધારાસભ્યમાંના એક ધારાસભ્ય નીતિન દેશમુખ પણ હતા. જેઓ બધા ધારાસભ્યો સાથે ગુવાહાટી નહીં પણ મહારાષ્ટ્રના નાગપુરમાં પરત ફર્યા છે. નીતિન દેશમુખે ગુજરાત પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે.

અકોલાના શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ નાગપુર પરત પહોંચ્યા છે. જ્યાં તેમણે મીડિયા સમક્ષ કેટલાક સ્ફોટક ખુલાસા કર્યા છે. તેઓએ જણાવ્યું કે, હું જ્યારે રાત્રીના 3 વાગ્યે સુરતની હોટલથી નીકળી ગયો અને રસ્તા પર પહોંચ્યો ત્યારે 150-200 પોલીસકર્મી મારો પીછો કરતા હતા. મને તેઓ મહારાષ્ટ્ર નહીં જવા દેવા માગતા ન હતા. મેં જ્યારે કોઈ વાહનને ઊભું રાખી મુંબઈ આવવા પ્રયાસ કર્યો ત્યારે મારી અટકાયત કરી લેવાઈ અને મને બળજબરી પુર્વક હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં મને હાર્ટ એટેક આવ્યો હોવાની અફવા ચલાવાઈ હતી. તેઓ મારા શરીરી પર કોઈ પ્રક્રિયા કરી મને નુકસાન પહોંચાડવા માગતા હતા પરંતું ભગવાની કૃપાથી હું સલામત છું.



સાથે જ નીતિન દેશમુખે જણાવ્યું હતું કે, હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં જ રહીશ. ઉલ્લેખનીય છે કે શિવસેનાના મુખપત્ર સામનામાં પણ આરોપ મુકાયો છે કે, ગુજરાત પોલીસે ધારસભ્યને માર માર્યો હતો અને તે પરત આવવા માંગતા હતા છતાં તેમને પોલીસ સુરત પકડીને લઈ ગઈ હતી. અહીં મહત્વની વાત છે કે, ગતરોજ મંગળવારે મોડી રાત્રીના સમયે મંત્રી એકનાથ શિંદે ધારાસભ્યોને સુરતથી લઈ ગુવાહાટી જતા રહ્યાં છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular