Tuesday, October 20, 2026
HomeGeneralજુનાગઢના એક વેપારી અંગ્રેજી ભાષા ન આવડતી હોવાને કારણે ATMમાં છેતરપીંડીનો શિકાર...

જુનાગઢના એક વેપારી અંગ્રેજી ભાષા ન આવડતી હોવાને કારણે ATMમાં છેતરપીંડીનો શિકાર બન્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: જૂનાગઢમાં છેતરપીંડીનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક ATMમાં પૈસા ઉપાડવા ગયેલા એક વેપારીને અંગ્રેજી ભાષા ન આવડતી હોવાનો ફાયદો ઉઠાવીને તેમની સાથે છેતરપીંડી કરીને ભાગી ગયો હતો. આ અંગે જીનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ શરુ કરી છે.



પ્રાથમિક જાણકારી મુજબ જૂનાગઢમાં ઢાળ રોડ ઉપર સમોસા અને ફરસાણની દુકાન ધરાવતા એક વેપારી મહમદ શેખ ગઈ કાલે પૈસા ઉપાડવા બસ સ્ટેશનની નજીક આવેલા SBI બેન્કના ATMમાં પૈસા ઉપાડવા ગયા હતા, તે સમયે ATMની સ્ક્રીન ઉપર અંગ્રેજી ભાષામાં કોઈ મેસેજ આવ્યો હતો જે તેમને ખબર પડતી ન હતી જેના કારણે પાછળ ઉભેલા એક અજાણ્યા વ્યક્તિએ મદદ કરવાના બહાને વેપારી સાથે છેતરપીંડી કરી હતી. આ વ્યક્તિએ વેપારીનું ATM બદલીને તેમના ખાતા માંથી ૩૦ હાજર રૂપિયા ઉપાડી લીધા હતા.

અજાણ્યા વ્યક્તિએ મહમદ શેખને પૈસા ઉપાડી આપ્યા બાદ તેમનું ATM બદલી લીધું હતું. જ્યારે મહમદ શેખ ત્યાંથી નીકળી ગયા ત્યાર બાદ તેમના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 30 હાજર રૂપિયા ઉપડ્યાનો મેસેજ આવ્યો હતો જેના કારણે તેમણે બેંકમાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમનું ATM કાર્ડ બદલાઈ ગયું છે.



બેંક દ્વારા જાણકારી મળતા વેપારીએ જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ATM બદલીને છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ લખવી હતી. પોલીસ અને બેંક દ્વારા અવાર નવાર જાહેરાત કરવામાં આવે છે કે ATMમાં કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં તેમ છતાં ઘણા લોકો આવી રીતે છેતરપીંડીનો શિકાર બનતા હોય છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular