નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથના ભંણકારવાગી રહ્યા છે. ગઈકાલ મોડી રાત્રીથી મહારાષ્ટ્ર શિવસેના, એનસીપી અને અપક્ષ ધારાસભ્ય સાથે મંત્રી એકનાથ શિંદે સુરતની લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. મહારાષ્ટ્રની રાજકીય રમતમાં શિવસેના પોતાની સત્તા બચાવવા ભાજપના ધારાસભ્યોને ફોડી ન નાખે તે માટે ભાજપે આગોતરું પ્લાનિંગ કરી લીધું છે. મહારાષ્ટ્રના ભાજપના નેતાઓ માટે અમદાવાદમાં એક રિસોર્ટ પણ બુક કરવામાં આવ્યો હોવાની હિલચાલ જોવા મળી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉતાર ચઢાવ થઈ રહ્યો છે. શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને સરકાર પાડવાના પ્રયત્ન ચાલી રહ્યા છે, ત્યારે શિવસેના ઉંધો ખેલ ન પાડી જાય તે માટે ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાત લાવવાની તૈયારી શરૂ કરી છે. મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો માટે અમદાવાદના બાવળામાં આવેલું કેન્સવિલે રિસોર્ટ બુક કરાયું હોવાની માહિતી સામે આવી છે. આ રિસોર્ટની બહાર હાલ ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત સુરત એરપોર્ટ પર ચાર ચાર્ટર્ડ પ્લેન પણ સ્ડેન્ટબાય રાખવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યોને અમદાવાદમાં રાખવા માટેની જવાબદારી ગુજરાતના ભાજપના કેટલાક આગેવાનોને સોંપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, મહારાષ્ટ્રના ભાજપ 105 ધારાસભ્યોને ભેગા કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવશે, એરપોર્ટથી એસ જી હાઈવે થઈને બાવળા પાસેનો રિસોર્ટમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે સુત્ર અનુસાર જાણકારી મળી છે કે, મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્યને રિસોર્ટમાં મળવા માટે કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ પણ આવી શકે તેમ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











