નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ધોળા દિવસે ડિલીવરી બોય સાથે લાખો રૂપિયાની લૂંટ થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વાહન ચાલક જોડે અકસ્માતનો ઢોંગ કરીને લૂંટ ચલાવવા હોવાની મોડસ ઓપરેટીવ લૂંટારુઓ અપનાવતા હોવાનું પ્રકાશિતમાં આવ્યું છે. ત્યારે આ જ પધ્ધતિથી એલિસબ્રિજ વિસ્તારમાં ડિલીવરી બોય જોડે લૂંટ ચલાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, ધર્મેન્દ્ર માણેકલાલ પટેલ નામનો યુવક ગાંધીનગરની આઈકોન ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીમાં ડિલીવરી બોય તરીકે નોકરી છે. ધર્મેન્દ્ર ગઇકાલે બપોરે કંપનીના કામે સી.જી. રોડ પર આવેલી આર.કે. આંગડિયા પેઢીમાં આવ્યો હતો. ત્યારબાદ આંગડિયામાં આવેલા 12,94,300 રૂપિયા કપડાંની થેલી માં લઈને એક્ટિવાની ડેકીમાં મૂકીને ત્યાથી રવાના થયો હતો. ડિલીવરી બોય જ્યારે પૈસા લઈને જઇ રહ્યો હતો ત્યારે ગુજરાત કોલેજ પાસે એક ટુ વ્હીલર ચાલકે તેના વાહનને અથડાવીને તેનો પીછો કરી રહ્યો હતો.
ડિલીવરી બોય જ્યારે માદલપુર એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક પહોંચ્યો ત્યારે અજાણ્યા લોકોએ તેને રોકીને કહેવા લાગ્યા હતા કે,”તું મને વાહન અથડાવીને કેમ ભાગી રહ્યો છે, મને હોસ્પિટલ સારવાર માટે લઈ જા” કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. ઝઘડો ચાલી રહ્યો હતો તે દરમિયાન બીજા બે વ્યક્તિ બાઇક પર આવીને ડિલીવરી બોયના વાહનની ડેકી તોડીને લાખો રૂપિયા ભરેલી થેલી લઈને ભાગવાનો પ્રયન્ત કરતાં હતા. આ જોઈને ડિલીવરી બોયએ પ્રતિક્રિયા આપી પણ અજાણ્યા લોકોએ પૈસાની થેલી ખેચીને લૂંટ કરીને ભાગી ગયા હતા. સમગ્ર લૂંટના બનાવને પગલે ડિલીવરી બોયએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











