નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક યાત્રી માટે મોદી સરકારના એક મંત્રી દેવદૂત બનીને આવ્યા હતા. વાસ્તવમાં દિલ્હીથી ઔરંગાબાદની ફ્લાઈટ દરમિયાન એક મુસાફરની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તરત જ ડોક્ટરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફ્લાઈટમાં જાહેરાત કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને સમજીને, મોદી સરકારના કેબિનેટ મંત્રીઓ, ડૉ. બી.કે. કરાડ (MoS ફાયનાન્સ) અને ડૉ. સુભાષ ભામરે મદદ કરવા આગળ આવ્યા અને મુસાફરની પ્રાથમિક સારવાર કરીને મદદ કરી હતી.
#FlyAI : A passenger onboard our Delhi-Aurangabad flt yesterday fell ill. As per SOP the crew announced to check if any doctor was on board. We would like to thank Dr B.K. Karad(Mos Finance) & Dr. Subhash Bhamre who immediately attended to him. pic.twitter.com/kmN8CMGYDL
— Air India (@airindiain) June 17, 2022
એર ઈન્ડિયાએ આ સહયોગ માટે કેબિનેટ મંત્રીનો વિશેષ આભાર માન્યો છે. એર ઈન્ડિયાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “આજે દિલ્હીથી ઔરંગાબાદ જઈ રહેલી ફ્લાઈટના એક મુસાફરની તબિયત અચાનક બગડી ગઈ હતી. આ પછી, અમે મદદ માટે એક સાથે મુસાફરી કરી રહેલા ડૉક્ટરની આગળ આવવાની વાત કરી. આના પર કેબિનેટ મંત્રી ડૉ. બી.કે. કરાડ (MoS ફાયનાન્સ) અને ડૉ. સુભાષ ભામરે તરત જ પીડિત મુસાફર પાસે પહોંચ્યા અને તેની મદદ કરી. અમે તેમનો આભાર માનીએ છીએ.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











