Wednesday, July 1, 2026
HomeGeneralઅમદાવાદ: 5 હજાર માટે રાજસ્થાનથી ડ્રગ્સ વેચવા આવેલા 2 વ્યક્તિને SOG ...

અમદાવાદ: 5 હજાર માટે રાજસ્થાનથી ડ્રગ્સ વેચવા આવેલા 2 વ્યક્તિને SOG ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ડ્રગ્સના કાળા કારોબારને બંધ કરવા માટે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે, છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસે અનેક ડ્રગ્સ પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ત્યારે આજે SOG ક્રાઇમ બ્રાન્ચે વધુ એકવાર ડ્રગ્સના જથ્થા સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે. SOG ક્રાઇમ બ્રાન્ચે બે વ્યક્તિઓ પાસેથી ૪૮ ગ્રામ જેટલો જથ્થો ઝડપી પાડયો છે જેની કિંમત 4,80,500 જેટલી થાય છે.



SOG ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. પરમારને માહિતી મળી હતી કે, અમદાવાદના નારોલમાં બે વ્યક્તિ ડ્રગ્સના જથ્થા સાથે ઉભા છે. માહિતીના આધારે તપાસ કરતાં નારોલ સર્કલની બાજુમાં BRTS બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ પર ઓવરબ્રિજના પ્રથમ પીલ્લર પાસે જાહેરમાં મુકેશ રાવણા રહે રાજસ્થાન અને મહેન્દ્ર દેવાસી રહે રાજસ્થાન પાસેથી ગેરકાયદસર મેફેડ્રોનના જથ્થો સાથે મળી આવ્યા હતા. પોલીસને તેમની પાસેથી કુલ ૪૮ ગ્રામ ૫૦ મિલી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત બજાર કિંમત ૪,૮૦,૫૦૦ જેટલી છે. SOG ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપીને NDPS એક્ટ કલમ ૮સી, ૨૧સી, ૨૯ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મહેન્દ્ર દેવાસીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે અને અગાઉ અમદાવાદ અને વડોદરામાં ડ્રાઈવરની નોકરી કરી ચૂક્યો હતો. રાજસ્થાનના ગોવિંદ ભાટી અને મહેન્દ્ર રાજસ્થાનના એક જ ગામના હતા, જ્યારે મુકેશ તેના નજીકના ગામનો રહેવાસી હતો. આ બંને ગઈકાલે રાત્રે રાજસ્થાનથી અમદાવાદ બસમાં સરસપુરના ઝાહિદ મહમંદ ઘાંચીને વેચવા માટે આવ્યા હતા. ડ્રગનો જથ્થો મોકલનાર વ્યક્તિ ગોવિંદ ભાટી હતો. જે ડ્રગ્સની એક ટ્રીપ માટે ૫૦૦૦ રૂપિયા આપતો હતો. મુકેશ અને ગોવિંદ ભાટી અગાઉ એકવાર ડ્રગ્સ વેચવા માટે આવ્યા હોવાની કબૂલાત કરી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular