Thursday, June 25, 2026
HomeGeneralવડોદરા પોલીસની આ કામગીરી જોઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું 'સો સલામ પણ...

વડોદરા પોલીસની આ કામગીરી જોઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ‘સો સલામ પણ ઓછી પડે’, જૂઓ VIDEO

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં અનેકવાર પોલીસની ફરજમાં ન આવતું હોવા છતા માનવતાના ધોરણે એવું કાર્ય કરતાં હોય છે કે તે જોઈને પોલીસ માટે ગૌરવ વધી જાય છે. આવું જ કઈક આજે વડોદરાના પોલીસકર્મીએ કરી બતાવ્યું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી એક યુવતીને સારવાર અપાવવા માટે પોલીસકર્મી તાત્કાલિક PCR વાનમાં બેસાડીને હોસ્પિટલમાં પહોંચાડી હતી. પોલીસકર્મીની આ કામગીરીના વખાણ કરતાં રાજ્ય ગૃહમંત્રીએ પણ કહ્યું કે, ‘સો સલામ પણ ઓછી પડે’.



માહિતી અનુસાર, વડોદરામાં ગઇકાલે પડેલા વરસાદ બાદ શહેરના જેલ રોડ પર અચાનક અનેક વાહનો સ્લીપ ખાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અનેક વાહનચાલકો રસ્તા પર સ્લીપ ખાઈ જતાં ઇજાગ્રસ્ત થયા હતા. જેથી કરીને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ અકસ્માતોની હાર માળામાં એક યુવતી ગંભીરરીતે ઇજાગ્રસ્ત થઈ હતી. યુવતીને આ હાલત જોઈને રાવપુરા પોલીસ સ્ટેશનના SHE ટિમની PCRમાં ફરજ બજાવતા સુરેશભાઈ હિંગલાજીયા એમ્બ્યુલન્સની રાહ જોયા વગર યુવતીને PCR વાનમાં બેસાડીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે હોસ્પિટલની બહાર પહોંચ્યા બાદ સ્ટ્રેચર નજરે ન પડતાં યુવતીને ઊંચકીને ઝડપથી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પોલીસકર્મીની આ ઉત્તમ કામગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. અને પોલીસકર્મીના વખાણ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસકર્મીના વખાણ કરતાં વિડીયોને ટ્વિટ કર્યો છે અને તેમાં જણાવ્યુ છે કે ‘સો સલામ પણ ઓછી પડે’. યુવતીને હોસ્પિટલ પહોંચાડનાર ASI સુરેશભાઈ હિંગલાજીયા કાયમ તેમની જોડે એક કફન રાખે છે. જ્યારે અગાઉ તેઓ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન હાઇવે પર અવાર-નવાર અકસ્માત થતાં હતા અને અનેક લોકો જીવ ગુમાવતાં હતા. ઘણી વખત મૃતદેહ રસ્તા પર ખુલ્લા પડી રહેતા હતા. મૃતદેહને ઢાંકવા માટે કોઈ કાપડ પણ સાથે હોતું ન હતું. જેથી ASI સુરેશભાઈ ત્યારથી જ પોતાની ફરજ દરમિયાન એક કફન સાથે જ રાખે છે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular