Sunday, November 8, 2026
HomeGeneralઅમદાવાદઃ નેપાળી લક્ષમણ જન્મ દિવસે જ બ્રેઈન ડેડ થયો અને બીજા જ...

અમદાવાદઃ નેપાળી લક્ષમણ જન્મ દિવસે જ બ્રેઈન ડેડ થયો અને બીજા જ દિવસે તેનો ફરી પુનર્જન્મ થયો

- Advertisement -

અમિતસિંહ ચૌહાણ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મૃત્યુ પછી પણ કોઈના માટે જીવી જવું, કોઈના દુઃખ મટાડવાનું કારણ બની સુખમાં વધારો કરવાની વૃત્તિને પણ આપણે પુનર્જન્મથી ઓછી ન ગણી શકીએ. અમદાવાદની હોસ્પિટલમાં બ્રેઈનડેડ થયેલા નેપાળી યુવક લક્ષમણનો પણ મૃત્યુના બીજા જ દિવસે પાંચ વ્યક્તિઓમાં પુનર્જન્મ થયો છે કેવી રીતે આવો જાણીએ માનવતાની આ ત્રણ ટપકાની જેમ ફરી શરુ થયેલી કહાણી…



ગુજરાતમાં શરૂ થયેલા અંગદાનના સેવાયજ્ઞ અને સેવાકીય કાર્યોની મ્હેક 1301 કિ.મી. દૂર નેપાળ સુધી પ્રસરી ગઈ છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થયેલા ૨૫ વર્ષીય નેપાળી યુવક લક્ષ્મણભાઇ મંગેતાના પરિજનોએ અંગદાનનો માનવતા ભર્યો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં અન્ય દેશના દર્દીએ અંગદાન કર્યું હોય તેવી સમગ્ર ગુજરાતમાં અને સંભવત: દેશમાં આ પહેલી ઘટના છે. અંગદાન પછી ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અંગદાન સેવા ટ્રસ્ટ દ્વારા પાર્થિવ દેહને મોટરમાર્ગે નેપાળ પહોંચાડવાની સમગ્ર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

મૂળ નેપાળના અને અમદાવાદમાં 8 વર્ષથી સ્થાયી થયેલા 25 વર્ષીય લક્ષ્મણભાઇને 10 મી જૂને માર્ગ અકસ્માત નડ્યો હતો. માર્ગ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેને કારણે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તેમને સારવાર માટે લાવવામાં આવ્યા. ટ્રોમા સેન્ટરના તબીબોએ જરૂરી તમામ રિપોર્ટસ કરાવ્યા જેના પરથી સ્થિતિ ગંભીર જણાઇ આવતા આઇ.સી.યુ.માં દાખલ કર્યા હતા. રિપોર્ટમાં હેમ્રેજ થયું હોવાનું નિદાન થયું, તબીબોએ લક્ષ્મણભાઇની સધન સારવાર હાથ ધરી સ્થિતિમાં સુધાર લાવવામાં તમામ પ્રયાસો હાથ ધર્યા પરંતુ લક્ષ્મણભાઇને સારવાર કારગર નિવળી રહી ન્હોતી. ચાર દિવસની અથાગ મહેનત પછી પણ 14 મી જૂને લક્ષ્મણભાઇને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.



લક્ષ્મણભાઇના બ્રેઇન ડેડ થયાના સમાચાર પરિવારજનો માટે વજ્રઘાત સમાન બન્યા પણ આ ક્ષણે પરોપરકારના ભાવ કેળવીને પોતાના અનમોલ રત્નને અમરત્વ પ્રદાન કરવા અંગદાનનો નિર્ણય કર્યો હતો. બ્રેઇન ડેડ લક્ષ્મણભાઇના અંગદાનમાં હ્યદય, બે કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યા હતા. અંગદાનમાં મળેલા હ્યદયને ગ્રીનકોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું, લીવર અને સ્વાદુપિંડને મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યા છે. કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ઈમ્પાન્ટ કરવા મોકલાયું છે.

- Advertisement -

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, મૂળ નેપાળમાં અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા મંગેતા પરિવારના લક્ષ્મણભાઇના પાર્થિવદેહને સ્વમાનભેર નેપાળ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ સિવિલ હોસ્પિટલના ખર્ચે તેમના પરિવારજનો માટે અન્ય મેડિકલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 70 અંગદાન થયા છે. જેમાં 221 અંગો મળ્યા જેના થકી 198 વ્યક્તિને નવજીવન મળ્યું છે.



સિવિલ હોસ્પિટલમાં થયેલા 68 અને 69 મા અંગદાનમાં ક્રમશ: જયાબેન વિંજુડા અને કિરણભાઇ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતા બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સબળ નેતૃત્વ હેઠળ આજે રાજ્ય આરોગ્ય વિભાગ આરોગ્યસેવાઓને સમાજના, રાજ્યના અને દેશના તમામ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. 8 વર્ષથી ગુજરાતમાં રહેતા નેપાળી પરિવારે જાણે ગુજરાતની માટીનું ઋણ અદા કરીને બ્રેઇન ડેડ દિકરાના અંગદાનનો નિર્ણય કરી 5 જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે.

લક્ષ્મણભાઇને માર્ગ અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે જન્મદિવસના દિવસે જ તે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.બીજા દિવસે તેમના અંગોને રિટ્રાઇવ કરવામાં આવ્યા હતા. આમ લક્ષ્મણભાઇ મૃત થઇને પણ જીવી ગયા અને તેમનો પુર્નજન્મ થયો હતો.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular