Sunday, November 8, 2026
HomeGeneralબેદરકારીઃ ભરૂચમાં ફ્લાયઓવર બ્રીજનો એક ભાગ ધડામ કરતો પડ્યો, ત્રણ વાહનો દટાયા

બેદરકારીઃ ભરૂચમાં ફ્લાયઓવર બ્રીજનો એક ભાગ ધડામ કરતો પડ્યો, ત્રણ વાહનો દટાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભરુચઃ 22 વર્ષ પહેલા ભરુચ શહેરમાં સૌથી પહેલો બનેલો રેલ ઓવર બ્રિજ આજે ધડાકાભેર તૂટી પડ્યો છે. રેલ ઓવર બ્રિજ નંદેલાવનો આ જે ભાગ તૂટી પડ્યો તેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ કેટલાક લોકોને વાહનો અને લારીનું નુકસાન વેઠવાનું આવ્યું છે. બનાવને પગલે લોકોના ટોળા વળી ગયા હતા.



ભરૂચમાં જીએનએફસી રેલવે ફાટક પર દહેજ બાયપાસ રોડનો પ્રથમ રેલવે ફ્લાય ઓવર બ્રિજ બન્યો હતો. જેને કારણે ફાટક તો બંધ થઈ ગયો અને લોકોને અવરજવરમાં ભારે સરળતા થઈ ગઈ હતી. લગભગ 22 વર્ષ પહેલાની આ તો વાત છે, પરંતુ તંત્ર હજુ પણ એટલું ઘોર નિંદ્રામાં હતું કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતો. અહીં સુધી કે બ્રિજના રોડ પર સળિયા પણ દેખાતા હતા. જોકે તેની સંભાળ રાખવાની કામગીરી આરએન્ડબીની હતી પણ કંપનીઓ કમાણી કર્યા પછી સારસંભાળ રાખવામાં કેટલો રસ ધરાવે તેનો આ ઉત્તમ નમૂનો છે, બ્રિજ ગમે તેવી હાલતમાં બસ ચાલ્યા કરતો હતો અને તંત્ર સહિત તમામ જવાબદારો આંખો બંધ કરીને બેઠા રહ્યા હતા.


હવે સ્થિતિ એવી થઈ કે બ્રીજનો એક તરફનો ભાગ પડી ગયો, જોકે આ નિંદ્રાસનમાં પડેલા અધિકારીઓના પાપે સદનસીબે કોઈ માસૂમની બલી ચઢી નહીં, પરંતુ કેટલાક લોકોને મોટું નુકસાન પણ થયું છે. આ બ્રીજની હાલત ખરાબ થઈ ત્યારે તંત્રએ ટ્રાફીકનું ભારણ ઘટાડવા અને લોકોને સુવિધા મળે કદાચ એવા ઈરાદાથી નંદેલાવ બ્રિજની બાજુમાં 2 લેનનો બ્રિજ બનાવ્યો હતો જેના કારણે દહેજ તરફ અને સિટીમાં આવવાના વાહનોની સંખ્યા અલગ પડી હતી.



જોકે હજુ પણ આ બ્રિજ ઘણો જોખમી હોય તેવું અહીં મુલાકાત લેનાર તમામ સમજી શકે છે, આગામી સમયમાં તંત્ર કેટલું સમજે છે અને લોકોને કેવી વૈકલ્પીક વ્યવસ્થા કરી આપે છે તે જોવું રહ્યું. જોકે આ બ્રિજના ભાગના પડવાના સમાચાર મળતાં જ તંત્રના ઘણા અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના તો નથી થઈ ને તેવી ચિંતામાં પુછપરછ અને જાત તપાસમાં લાગી ગયા હતા, કોઈને હાની થઈ ન હોવાથી તેમનો પણ શ્વાસ નીચે બેઠો હતો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular