નવજીવન ન્યૂઝ. કચ્છ: પુણે પોલીસે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં શૂટર સંતોષ જાધવની ધરપકડ કરી છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં બિશ્નોઈ ગેંગનો વધુ એક શૂટર પોલીસે ઝડપી પાડ્યો છે. પૂણે પોલીસે જાધવ અને તેનો સહયોગીની ધરપકડ ગુજરાતના કચ્છમાંથી કરી છે. પુણે ગ્રામ્ય પોલીસે શૂટર સંતોષ જાધવની ધરપકડ બાદ મોડી રાત્રે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 20 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પંજાબી ગાયક અને પંજાબ કોંગ્રેસના નેતા સિધુ મૂસેવાલાની હત્યાના સંબંધમાં પુણેના રહેવાસી સંતોષ જાધવ અને સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરવ ઉર્ફે મહાકાલના નામ સામે આવ્યા હતા. સચિન બિશ્નોઈ ગેંગે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા પર હુમલો કરવા માટે મહારાષ્ટ્રમાંથી બે શાર્પ શૂટરને બોલાવ્યા હતા. જે સંતોષ જાધવ અને મહાકાલ બે શૂટર હતા. મુસેવાલની હત્યા કરવા માટે કુલ ચાર રાજ્યોમાંથી શૂટરોને પંજાબ મોકલવામાં આવ્યા હતા. 3 શૂટર પંજાબના, 2 મહારાષ્ટ્રના, 2 હરિયાણાના અને એક રાજસ્થાનનો શાર્પશૂટર હતો.
સીધુ મૂસેવાલા હત્યા કેસમાં સંતોષ જાદવ અને નાગનાથ સૂર્યવંશીના નામ સામે આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શૂટર સંતોષ જાધવ ઓગસ્ટ 2021માં પુણેના મંચરમાં ગુનેગાર ઓંકાર બાંખેલે ઉર્ફે રાન્યાની હત્યા મામલે પુણે પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયો હતો. પુણે પોલીસે 2021ના હત્યા કેસ પછી જાધવને આશ્રય આપવાના આરોપી સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલની પહેલેથી જ ધરપકડ કરી છે. પુણે ગ્રામીણ પોલીસે ગયા અઠવાડિયે મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મકોકાના કેસમાં બિશ્નોઈ ગેંગના સભ્ય મહાકાલની ધરપકડ કરી હતી. મુસેવાલા મર્ડર કેસના સંબંધમાં દિલ્હી પોલીસ અને પંજાબ પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી. પુણે પોલીસે જાધવને શોધવા માટે ગયા અઠવાડિયે અનેક ટીમ ગુજરાત અને રાજસ્થાન મોકલી હતી. પુણે પોલીસે ગુજરાતના કચ્છમાંથી સંતોષ જાધવની અને નવનાથ સૂર્યવંશીની ધરપકડ કરી લીધી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











