નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના એસ.જી. હાઈવે અવાર-નવાર અકસ્માતના બનાવ બનતા રહે છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું, જ્યારે એક દંપતીવનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હતું, ત્યારે આજે એસ.જી હાઈવે પર વઘુ એક અકસ્માત થયો છે. ટ્રકનું ટાયર ફાટી જવાના કરાણે રસ્તા પર આડો પડતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા.
માહિતી અનુસાર, S.G હાઈવે પર આવેલા થલતેજ અંડર પાસમાંથી પસાર થઈ રહેલા એક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબુ બનીને સામેની સાઈડના રોડ પર જઈને રસ્તાના થાભંલા તોડીને પડ્યો હતો. આ ટ્રકમાં સિમેન્ટના નળીયા ભરેલા હોવાથી આખા રસ્તા પર નળીયા વેર વિખેર થઈને પડ્યા હતા. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રક બંને સાઈડના રસ્તાની વચ્ચો વચ્ચ આડો પડવાથી ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા.
અકસ્માતના બનાવમાં ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવ પગલે એસ.જી હાઈવે 1 ટ્રાફિક પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે. પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવી ટ્રકને રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











