Thursday, October 29, 2026
HomeGeneralVideo: સિંહ-સિંહણ આક્રમક બન્યાઃ સિંહોની ડણકથી જુનાગઢનું સક્કરબાગ ઝૂ ગુંજી ઉઠ્યું

Video: સિંહ-સિંહણ આક્રમક બન્યાઃ સિંહોની ડણકથી જુનાગઢનું સક્કરબાગ ઝૂ ગુંજી ઉઠ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જુનાગઢઃ ગુજરાતમાં સિંહોની ગર્જના ગુંજે તેમાં નવાઈ રહી નથી, આપણે ગીર સોમનાથ અને તેના આસપાસના વિસ્તારોમાં, ખેતરોમાં, મંદીર અને હોટલના પ્રાંગણમાં પણ ખુલ્લેઆમ ફરતા સિંહ અને તેના શિકારના વીડિયો જોયા છે. જોકે અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છે પીંજરામાં પુરાયેલા સિંહોની, માણસના મનોરંજન માટે રખાયેલા વન્ય પ્રાણીઓ પીંજરાની અંદર પણ ઘણી વખત આક્રમક થતા હોય છે.

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં પાંજરામાં સિંહ સિંહણ થોડા આક્રમક થયા હતા. મેટિંગ વખતે સિંહણ અને સિંહ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં તેમણે ડણકથી સક્કરબાગ ઝૂ ગુંજી ઉઠ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. અહીં આવો જોઈએ આ વીડિયો જેને અહીં જ હાજર કોઈ પ્રવાસીએ પોતાના કેમેરામાં કંડારી લીધો હતો. કારણ આ દૃશ્ય નરી આંખે જોનારા પણ આશ્ચર્ય પામ્યા હતા કારણ કે આ ઘટના જંગલમાં સામાન્ય ઘટના છે પરંતુ પાંજરામાં આવું જવલ્લે જ બને છે. આવો જોઈએ વીડિયો..

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular