Wednesday, July 29, 2026
HomeGeneralઅમદાવાદમાં દિવસેને દિવસે નશીલા પદાર્થોનું પ્રમાણ વધી રહ્યું છે, SOG ક્રાઇમ બ્રાન્ચે...

અમદાવાદમાં દિવસેને દિવસે નશીલા પદાર્થોનું પ્રમાણ વધી રહ્યું છે, SOG ક્રાઇમ બ્રાન્ચે 20 કિલો ગાંજા સાથે 3 ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં નશીલા પદાર્થનું સેવન કરવાની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. અવાર નવાર અહેવાલો સામે આવે છે કે પોલીસ દ્વારા અમદાવાદનાં અલગ અલગ વિસ્તારમાં નશાનું સેવન કરતાં યુવાનોની ધરપકડ કરવામાં આવે છે તેમજ નશીલા પદાર્થો વેચતા પેડલરો પણ પોલીસ દ્વારા પકડવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગાંજાના મોટા જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને મોટા પ્રમાણમા ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.



અમદાવાદમા ગેરકાયદે ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી અમદાવાદ SOGમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર એ.ડી.પરમારને બાતમી મળી હતી, ત્યાર બાદ બાતમીની જગ્યાએ તપાસ કરતાં અમદાવાદનાં શહેરકોટડા વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગાંજાના 20 કિલોગ્રામ જેટલા જથ્થા સાથે અમદાવાદ SOG પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 20 કિલો અને 150 ગ્રામ ગાંજો અને અન્ય વસ્તુઓ એમ કુલ 2,52,950 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસ દ્વારા નરોડાના રહેવાસી મુકેશ રાવળ, સરદારનગરના રહેવાસી દિલિપ બજરંગે અને રાજેશ પ્રજાપતિ નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી પોલીસને 20 કિલો અને 250 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત 2,01,500 રૂપિયા થાય છે. આ ત્રણેય આરોપીઓ સામે અમદાવાદ DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ વ્યક્તિઓ આ ગાંજો ક્યાથી લાવ્યા હતા અને કોને આપવાના અહતા તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular