Sunday, November 8, 2026
HomeGeneralઅલકાયદાએ પૈગંબર પર વિવાદિત ટિપ્પણીમાં ભારતને આપી ધમકી, દિલ્હી, મુંબઇ, યુપી અને...

અલકાયદાએ પૈગંબર પર વિવાદિત ટિપ્પણીમાં ભારતને આપી ધમકી, દિલ્હી, મુંબઇ, યુપી અને ગુજરાતમાંમાં આત્મઘાતી હુમલાની તૈયારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ આતંકી સંગઠન અલકાયદાએ હવે પૈગંબર પર વિવાદિત ટિપ્પણીને લઈને ભારતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. અલકાયદાએ કહ્યું કે તે ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમાં આત્મઘાતી હુમલા કરવા માટે તૈયાર છે. અલ-કાયદાની આ ધમકી ભાજપના પ્રવક્તા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીના પગલે આવી છે, જેમાં ભાજપના પ્રવક્તા પર ટીવીની ચર્ચા દરમિયાન પૈગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.



અલકાયદાએ ધમકીભર્યા નિવેદનમાં કહ્યું કે, “ભગવા આતંકવાદીઓએ હવે દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં તેમના અંતની રાહ જોવી જોઈએ. તેઓને ન તો તેમના ઘરોમાં અને ન તો તેમની કિલ્લેબંધીવાળી સેનાની છાવણીઓમાં આશ્રય મળશે. જો અમે અમારા પ્રિય પૈગંબરનો બદલો ન લઈએ, તો અમારી માતાઓ અમારાથી વંચિત રહી જાય. જે લોકો અમારા પૈગંબરનું અપમાન કરે છે તેમને અમે મારી નાખીશું અને જે લોકો અમારા પૈગંબરનું અપમાન કરવાની હિંમત કરે છે તેમને ઉડાવી દેવા માટે અમે અમારા શરીર અને અમારા બાળકોના મૃતદેહો સાથે વિસ્ફોટકો બાંધીશું. કોઈ માફી કે દયા નહીં આવે, નિંદા કે ઉદાસીના કોઈ પણ શબ્દોથી મામલો બંધ નહીં થાય.”

અલકાયદાએ વધુમાં ધમકી આપતા નિવેદનમાં ભારત પર કબજો જમાવી ચૂકેલા હિન્દુત્વવાદી આતંકીઓનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે “અમે અમારા પૈગંબરની ગરિમા માટે લડીશું, અમે અમારા પૈગંબરના સન્માન માટે બીજાને લડવા અને મરવાની વિનંતી કરીશું.” કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલા ધમકીભર્યા નિવેદનમાં ભાજપના પ્રવક્તાની વિવાદિત ટિપ્પણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની સામે ભાજપે હાલમાં કાર્યવાહી હાથ ધરી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular