Thursday, October 22, 2026
HomeGeneralહાર્દિક પટેલે ફેસબુકમાં પોસ્ટ કરી ભાજપમાં જોડાવા માટે અપીલ કરતાં અપમાનજનક ટિપ્પણીઓનો...

હાર્દિક પટેલે ફેસબુકમાં પોસ્ટ કરી ભાજપમાં જોડાવા માટે અપીલ કરતાં અપમાનજનક ટિપ્પણીઓનો વરસાદ થયો, કોમેન્ટ બોક્સ બંધ કરવું પડ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને ફેસબુક પર અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે હાર્દિક પટેલે પોતાનું કોમેન્ટ બોક્સ બંધ કરવું પડ્યું છે. ગુજરાતના પાટીદાર અનામત આંદોલનમાંથી ઉભરેલા નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ પોલીસ રક્ષણ પણ આપવામાં આવી છે.



ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલના જૂના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે, જેમાં હાર્દિક પટેલ ભાજપ, કેન્દ્ર સરકાર અને ટોચના નેતાઓને વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા. ગઇકાલે હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટ લખીને લોકોને ભાજપમાં જોડાવા માટે અપીલ કરી હતી. ગુજરાત ભાજપની સદસ્યતા અભિયાનના સંદર્ભમાં આ કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ મીડિયા યુઝર્સને મિસ્ડ કોલ દ્વારા બીજેપીમાં સબ્સ્ક્રાઇબ કરવાની અપીલ કરવામાં આવી હતી. અપીલના પોસ્ટરમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે હાર્દિક પટેલની તસવીર હતી.

હાર્દિકની અપીલ પોસ્ટ થતાંની સાથે જ તેના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. લોકો તેમના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા પર સવાલો ઉઠાવવા લાગ્યા. આ જોઈને હાર્દિક પટેલે પોતાનું કોમેન્ટ બોક્સ બંધ કરવું પડ્યું હતું. ગુજરાતના મોટા પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલા 28 વર્ષીય હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાયા હતા. આ પહેલા તેમણે કોંગ્રેસના નેતૃત્વ અને નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ હાર્દિકે ભાજપની ટોપી પહેરી હતી. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને વરિષ્ઠ નેતા નીતિન પટેલે તેમનું ભાજપ સ્વાગત કર્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે ડિસેમ્બરમાં થવાની છે. હવે જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં ભાજપ તેમને કેટલું મહત્વ આપે છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular