Thursday, October 22, 2026
HomeGeneralબનાસકાંઠા: અમદાવાદ CID ક્રાઇમમાં ફરજ બજાવતો કોન્સટેબલ ડ્રાઈવર DySPની ગાડીમાં દારૂની ખેપ...

બનાસકાંઠા: અમદાવાદ CID ક્રાઇમમાં ફરજ બજાવતો કોન્સટેબલ ડ્રાઈવર DySPની ગાડીમાં દારૂની ખેપ મારતા ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: અમદાવાદ CID ક્રાઇમનો એક પોલીસ કોન્સટેબલ દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. અગાઉ પણ પોલીસકર્મી દારૂની ખેપ મારતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આજે અમદાવાદનો પોલીસકર્મીને દારૂના જથ્થા સાથે બનાસકાંઠાના પાંથાવડા પોલીસ સ્ટેશન દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. 17 પેટી દારૂ સાથે બનાસકાંઠા LCBએ 2 આરોપીની કરી અટકાયત કરવામાં આવ્યા છે.



અમદાવાદમાં CID ક્રાઇમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો વિષ્ણુ ચૌધરી નામનો કોન્સટેબલ સીઆઇડી ક્રાઇમની સરકારી ગાડીમાં બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા વાઘોર ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યો છે. CID ક્રાઇમ અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ તેના નાયબ પોલીસ અધીક્ષક લાંબી રજા પર હોવાથી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષકની જાણ બહાર સરકારી બોલેરો ગાડી લઈને અન્ય એક વ્યક્તિને બેસાડી રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતો હતો. તે દરમિયાન પાંથાવાડા વાઘો ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે પકડી પાડ્યો હતો. પાંથાવાડા પોલીસે સરકારી ગાડીમાંથી દારુની 294 બોટલો જેની અંદાજિત કિંમત 1,21,000 રૂપિયાનોનો જથ્થો જપ્ત કરીને કોન્સટેબલ ડ્રાઈવર અને જયેશ ચૌધરીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં પોલીસ ધારે તો દારૂબંધીની કડડ અમલવારી કરાવી શકે છે પરંતુ કેટલાક પોલીસ કર્મીઓની બુટલેગરો સાથેની જુગલબંધીને કારણે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ રહી છે. આંતર રાજ્ય સરહદ પર પોલીસ દ્વારા કડડ નાકાબંધી કરીને સઘન ચેકિંગ કરવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવતો હોય છે. તેમ છતાં આંતર રાજ્ય સરહદ પરથી દારૂ રાજ્યમાં ઘુસ્તો રહે છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular