Thursday, June 4, 2026
HomeGeneralBreaking: ગુજરાતી માધ્યમમાં નવા સત્રથી ધો. 1થી 3માં અંગ્રેજી વિષય ભણાવાશે, શિક્ષણમંત્રી...

Breaking: ગુજરાતી માધ્યમમાં નવા સત્રથી ધો. 1થી 3માં અંગ્રેજી વિષય ભણાવાશે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર:  ગુજરાતી મધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે નવા સત્રથી ધો. 1થી 3માં અંગ્રેજી વિષય ભણાવાશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે.
 

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. નવા સત્રથી ધો. 1થી 3માં અંગ્રેજી વિષય ભણાવાશે. ધોરણ 1 અને 2માં મૌખિક, શબ્દો, ચિત્રોથી અંગ્રેજી ભણાવામાં આવશે અને ધોરણ 3માં પુસ્તક વડે ભણાવામાં આવશે. હાલના સમયમાં અંગ્રેજીનું મહત્વ વધી ગયું છે. મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મેળવવા માટે પણ અંગ્રેજી ભાષાની જરુરુ પડતી હોય છે ઉપરાંત વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે.

- Advertisement -

બાળકની નાની ઉંમર હોય ત્યારે તેમની યાદ શક્તિ સારી હોય છે, જેના કારણે સરકારનો નાની ઉંમરથી જ અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય કરાયો છે. સરકારના આ નિર્ણયથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular