Tuesday, May 26, 2026
HomeEducation News‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ રાજકોટના એક વિદ્યાર્થીએ કહેવતને સાર્થક...

‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ રાજકોટના એક વિદ્યાર્થીએ કહેવતને સાર્થક કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં એક કહેવત ખૂબ પ્રચલિત છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને રાજકોટના એક વિદ્યાર્થીએ સાર્થક કરી બતાવી છે. ગુજરાતમાં આજે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, આ પરિણામમાં રાજકોટમાં જે વિદ્યાર્થી અવ્વલ આવ્યો છે તે પોતે ચાલવા અને લખવામાં અસમર્થ છે તેમ છતાં તેણે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 99.97 PR સાથે પરિણામ મેળવ્યું છે.



રાજકોટમાં ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતાં સ્મિત ચાંગેલા નામના વિદ્યાર્થી ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 700 માંથી 662 માર્કસ મેળવ્યા હતા. સ્મિત બાળપણથી ન્યૂરોપેટી રોગથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે ચાલવા અને લખવામાં અસમર્થ છે. તેમ છતાં આ વિદ્યાર્થીએ શારીરિક રીતે સમર્થ એવા તમામ વિદ્યાર્થીઓને પછાડીને 95 ટકા અને 99.97 PR માર્કસ મેળવ્યા છે. સ્મિતનું કહેવું છે કે તે ભવિષ્યમાં UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને IAS બનવા માગે છે અને તેમણે જેવા જ અન્ય બાળકો અને લોકોની મદદ કરવા માગે છે.

સમિટના માતા-પિતા અને શિક્ષકોની મદદથી તે આ પરિણામ મેળવી શક્યો છે. માતા-પિતાના સમર્થન અને શિક્ષકોની મહેનત મળવાના કારણે જ તે આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છે. તે જે રોગથી પીડાઈ રહ્યો છે તેના માટે તેનું મૂંબઈમાં એક ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું પરંતુ તેનું કોઈ યોગ્ય પરિણામ મળ્યું ન હતું. ન્યૂરોપેથી નામના આ રોગમાં શરીરના અમુક ભાગો સુધી લોહી ન પહોંચવાના કારણે શરીરના કેટલાક અંગો કામ કરતાં નથી. સ્મિતને પણ આવી જ રીતે હાથ અને કમરની નીચેના ભાગમાં લોહી પૂરતા પ્રમાણમા પહોંચતું ન હોવાને કારણે તે લખી કે ચાલી શકતો નથી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular