Saturday, May 30, 2026
HomeGeneralઅમદાવાદ: ગુગલથી સિવિલ હોસ્પિટલમાં યોજાતા કેમ્પની જાણ થતાં જન્મના ૧૩ વર્ષ બાદ...

અમદાવાદ: ગુગલથી સિવિલ હોસ્પિટલમાં યોજાતા કેમ્પની જાણ થતાં જન્મના ૧૩ વર્ષ બાદ બાળકી “ડાયપરમુક્ત” થઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દરેક બાળક બાળપણથી જ મોટા થઈને કઈક બનવાનું સપનું જોતાં હોય છે. પરંતુ વાર જન્મજાતની બીમારી સપના પર પાણી ફેરવી દેતું હોય છે. આવું જ કઈક ઓડીસાની એક બાળકી સાથે થયું, એને મોડલ બનવું હતું. ફેશનના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઉજ્જવળ કરવી છે. પરંતુ તે ફ્રોક સિવાયના જીન્સ, ટોપ, ક્રોપ ટોપ, સોર્ટ્સ જેવા કપડા પહેરી શકતી નથી.. કારણ ? કેમકે તેને જન્મજાત બ્લેડર એસ્કટ્રોપી નામની ગંભીર બિમારી છે. જેના કારણે સતત તેણીને ડાયપર પહેરીને જ રહેવું પડે છે.



બ્લેડર એસ્કટ્રોપી બીમારીમાં પેશાબની નળીમાં સતત લીકેજ થાય છે. તેણીને જન્મજાત બ્લેડર એસ્કટ્રોપીની તકલીફ હોવાના કારણે યુરીનનું સતત લીકેજ થતું રહેતું. જેથી તે કોઈ પણ સ્થળ પર હોય તેણીને ડાયપર પહેરી જ રાખવું પડતું હતું. તેણીએ ડાયપર સાથે ૧૩ વર્ષ જીવન વિતાવ્યું. તેણીના પિતા બાળરોગ ડૉક્ટર છે. ઓડિસા સહિત દેશના અન્ય નામાંકીત ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવીને બે વખત તો સર્જરી પણ કરાવી. જે સર્જરી બાદ પેશાબની કોથળી મોટી ન થતા લીકેજની સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં.
એક દિવસ સાયનાની માતા રૂપશ્રી મઢવાલએ ગુગલ પર આ સમસ્યા અંગેના શ્રેષ્ઠ તબીબ અને નિવારણ સેન્ટર અંગે રિસર્ચ કર્યું. જેમાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ અંગે જાણકારી મળી. તેથી તેમણે બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીને સંપર્ક કર્યો અને તેમની દીકરીની સમસ્યા વિશે વિગતવાર ચર્ચા કરી. બ્લેડર એસ્કટ્રોપી અંગેનો આંતરરાષ્ટ્રીય કેમ્પ દર ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં યોજાય છે. જેમાં આ વર્ષના માર્ચ મહિનામાં સાયના અને તેમના પરિવારજનો પણ સમસ્યાના નિવારણની આશા રાખીને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.
આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ અને વિદેશી તબીબોના સહિયારા પ્રયાસોથી દેશભરના બાળકોની અત્યંત જટીલ કહી શકાય તેવી બ્લેડર એસ્કટ્રોપીની સર્જરી કરવામાં આવે છે. ગત માર્ચ મહિનામાં સાયનાની પણ સર્જરી હાથ ધરવામાં આવી. આ સર્જરી ઇન્ડો-અમેરિકન કોલોબ્રેસનની ટીમ દ્વારા આંતરળું લગાવીને પેશાબની કોથળી મોટી કરવામાં આવી. ૧૪ કલાકની ભારે જહેમતના અંતે ઓપરેશન સફળ રહ્યું હતું. ત્યારબાદ અંદાજીત ૨ મહિના જેટલો સમય પોસ્ટ ઓપ કેર તરીકે સિવિલ હોસ્પિટલની જ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં વિતાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી કરાવવા માટે ૧૨ થી ૧૪ લાખ જેટલો ખર્ચ અને પોસ્ટ ઓપ આઇ.સી.યુ.માં દાખલ થવાની અને રહેવાની તોતીંગ રકમ વસૂલવામાં આવે છે. જે સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલ્બધ બની હતી. સાયનાની માતાએ જણાવ્યું કે, મારી દીકરી ૧૩ વર્ષથી જટીલ પ્રક્રિયામાંથી પસાર થઇ રહી હતી. હું એમ કહીશ કે મારી દીકરી જ નહીં પરંતુ ચાર વ્યક્તિઓનું મારુ નાનુ કુટુંબ ઘણી મોટી સમસ્યામાંથી પસાર થઇ રહ્યું હતુ. અગાઉ બે વખત સર્જરી કરાવ્યા તેમ છતા પણ તે નિષ્ફળ રહી ન હતી. મારી દિકરી ક્યારે સાજી થશે કે કેમ તે એક પ્રશ્નાર્થ બની ગયો હતો. તેની સારવારમાં અગાઉ ૪૦ લાખ જેટલો અંદાજીત ખર્ચ પણ થઇ ગયો તેમ છતાં નિરાકરણ મળ્યું ન હતું. પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ મારી દીકરીની સફળતાપૂર્ણ સર્જરી કરીને તેને પીડામુક્ત કરી ત્યારે અમારા જીવનમાં તો જાણે સુખનો સુરજ ઉગ્યો હોવાનું લાગી રહ્યું છે.



ઓડિસાથી ગુજરાતમાં આવીને સર્જરી કરાવ્યા બાદ જે ૨ મહિના અમે અહીં વિતાવ્યા છે તે બે મહિનામાં અમને ગુજરાતના લોકો ગુજરાતની સંસ્કૃતિને નજીકથી જોવાનો મોકો મળ્યો છે. અમે સ્વપ્નેય વિચાર્યુ ન હતું કે, એક સરકારી હોસ્પિટલમાં તબીબોથી લઇ નર્સિંગ અને સફાઇકર્મી સહિતનો તમામ સ્ટાફ આટલો સપોર્ટીવ અને સંવેદનશીલ હોઇ શકે. સિવિલ હોસ્પિટલ તંત્ર સારવાર સાથે સંભાળ અને હુંફ પણ આપે છે. કદાચ તેના પરિણામે જ આજે અમારી સાયનાના સ્વપ્નોને ઉડવા માટે પાંખ મળી છે. યના પોતાના પ્રતિભાવોમાં કહે છે કે, બાળપણથી જ મને ડાયપર પહેરીને ફરવું પડતુ ત્યારે ઘણું સંકોચ અનુભવતી હતી. મારૂ જીવન સામાન્ય બાળકી જેવું ન રહીને અસામાન્ય બની ગયુ હતુ. તે સંકોચમાં પણ નિ:સંકોચપણે જીવીને ક્યારેય હાર ન માની. મને મારા મોડલ બનવાના સ્વપ્નના જુસ્સાએ આ પીડા સાથે જીવતા શીખવાડ્યું. મને વિશ્વાસ હતો કે એક દિવસ જરૂરથી આવશે જ્યારે મારી આ સમસ્યાનો અંત આવશે. સિવિલ હોસ્પિટલના તબીબોએ મારી વર્ષોની સમસ્યાનો અંત લાવીને મારા સ્વપ્નને પાંખ આપી દીધી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. મારી જેમ દેશમાં ઘણાં બાળકો બ્લેડર એસ્કટ્રોપીની પીડાથી પીડાઇ રહ્યા છે. હું તે તમામ બાળકોને એક જ સંદેશો આપીશ કે સમસ્યા કેટલીય વિકરાળ કેમ ન હોય બસ તેનો જુસ્સાપૂર્ણ સામનો કરવાનો છે. જેમ રાત પછી દિવસ થાય છે તેમજ સમસ્યા ઉદભવી હોય તો તેનું નિવારણ અચૂક થી આવે જ છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular