નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાના ઈટોલા વિસ્તારમાં રસ્તા પર દીપડાએ એક સસલાનો શિકાર કર્યો હતો જેને ત્યાંથી પસાર થતાં એક ખેડૂતે કેમેરામાં કેદ કરી લીધું હતું. આ વીડિયોને પગલે વિસ્તારમાં દિપડાની ચિંતામાં લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી માનવ વસ્તીની નજીક સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ જોવા મળ્યા છે. જંગલો જ્યારથી ઓછા થયા ત્યારથી આ પ્રાણીઓએ પણ માનવ વસ્તીની નજીક રહી જીવવાની કળા શિખવા લાગી છે તેવું કહી શકાય તેમાં પણ ખાસ કરીને દીપડા જે ઠંડા, ગરમ કે વરસાદી માહોલમાં પણ જોવા મળે છે. વડોદરાના ઈટોલા વિસ્તારમાં દીપડો દેખાયો હતો. દીપડાએ અહીં રસ્તામાં ઘાત લગાવીને સસલાનો શિકાર કર્યો હતો. જેનો વીડિયો ત્યાંથી પસાર થતા ખેડૂતે પોતાના કેમેરામાં કંડારી લીધો હતો. આખરે આ ઘટનાને કારણે અહીંના સ્થાનીકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરા: દીપડાએ રોડ પરથી જતા વખતે જુઓ કેવી રીતે કર્યો સસલાનો શિકાર Live Video#leopard #rabbit #LiveVideo #Gujarat pic.twitter.com/mNnuU6cgk8
— Navajivan News (@NavajivanNews) June 1, 2022
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








