Sunday, May 24, 2026
HomeGeneralવલસાડ: કુખ્યાત ચડ્ડી બનિયાન ધારી ગેંગના સાત શખ્સોને પોલીસે ઝડપ્યા

વલસાડ: કુખ્યાત ચડ્ડી બનિયાન ધારી ગેંગના સાત શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતની એલ.સી.બી અને કેશોદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી થી સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ શકશો ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાગરિતો છે. આ ગેંગ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ૧૫થી વધુ ગુનાઓને અંજામ આપી ચૂકી છે.



સુરત રેન્જના અધિક પોલીસ મહાનિદેશકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા એસપી ડો રાજદીપસિંહ ઝાલા દ્વારા પોલીસને આપવામાં આવી સૂચનાને આધારે પીઆઈ જે એન ગોસ્વામી એલસીબી તથા પીઆઇ વી બી બારડ એલ.સી.બી. એસ ઓ જી સ્ટાફ સાથે પારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી.એસ.આઇ ch પનારા ને મળેલી બાતમીના આધારે નાના વાઘછીપ-ચિવલ રોડ ઉપરથી એક સફેદ અર્ટિગા ગાડી ને રોકવામાં આવી હતી આ ગાડીમાં 7 શખ્શો જેઓ ચડ્ડી બન્યાન ધારી ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે મળેલી બાતમીના આધારે પકડેલી અર્ટિગા કાર પાંચ લાખ, મોબાઈલ, રોકડા, કટર, વાંદરી પાનું કુલ મળી રૂ. 5,12,500નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.

- Advertisement -

પોલીસે કારમાં સવાર મધ્યપ્રદેશ ના રહેવાસી પ્યારસીંગ અલાવા, સરમસીંગ મેહડા, ભિસન મેહડા, મોહરસીંગ દીપલા, મોહરસીંગ બામનિયા, રાઘુ તરસીંગ મેહડા, કલમસીંગ મેહડા અને મોહ્બત મેહડાની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં આ શખ્સોએ વલસાડ પારડી મિરઝાપુર બિહાર મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ વગેરે સ્થળો પર ઘરફોડ ચોરીઓ અને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું છે. આ શકશો રહેણાંક વિસ્તારોમાં દિવસ દરમિયાન રેકી કરે અને મોડી રાત્રે ત્યાં ચોરી કરવા જતા અને જો ઘરના કે આજુબાજુના કોઈ માણસ જાગી જાય અને પ્રતિકાર કરે તો પથ્થરમારો કે હુમલો કરી દેવાની ટેવવાળા હતા. ભિસન અને પ્યારસીંગ વૉન્ટેડ આરોપીઓ હતા.



આ ઘટનામાં પોલીસ અધિકારીઓની સાથે પીએસઆઇ એલ જી રાઠોડ, એ.એસ.આઇ રાકેશ રમણભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મેરામભાઇ, રાજેશભાઈ, આશિષભાઈ, કર્મણ તથા પેરોલ ફર્લો સ્ક્વોડના અલ્લાહરખુ અમીરભાઈ, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ, એસઆઈ જયંતીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઇ અને મેહુલભાઈ દ્વારા ટીમ વર્ક કરવામાં આવ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular