નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદના એસ.જી હાઈવે પર ગત રાત્રે એક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એક દંપતીનું મોત નીપજ્યું હતું. બે મહિના પહેલાં જ તેમના આ તારીખે લગ્ન થયા હતા, જેના કારણે તેઓ એનિવર્સરી મનાવી પરત જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેમને હડફેટે લઇ લેતા તેમનું મોત નિપજ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં દંપત્તિ ફંગોળાઈને બ્રિજની ઉપરથી નીચે પટકાયું હતું. અકસ્માત પછી કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચાંદખેડા ખાતે રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ મળ્યા અને પુત્રવધુ જુલી ગતરાત્રે મેરેજ એનિવર્સરી મનાવવા બહાર ગયા હતા. દરમિયાન પરત એક્ટીવા પર અમદાવાદના એસ.જી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ પાસેના બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન ફુલ સ્પીડ પર આવતી એક કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ બંને ફંગોળાઈને બ્રિજની નીચે પટકાયા હતા.

અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં પ્રારંભિક રીતે આ કાર ચાલક વેજલપુર વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે કે પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે. પોલીસને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં કાર ચાલક પણ પોલીસના સકંજામાં હશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












