Sunday, May 24, 2026
HomeGeneralલુણાવાડા: ટ્રકની ટક્કરે બે બાળકો માતા-પિતા સહિત આખો પરિવાર મોતને ભેટ્યો

લુણાવાડા: ટ્રકની ટક્કરે બે બાળકો માતા-પિતા સહિત આખો પરિવાર મોતને ભેટ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મહીસાગર: મહીસાગરના લુણાવાડા ખાતે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો તે ચારે વ્યક્તિ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ગંભીર અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા દોડી આવ્યા હતા. અકસ્માતમાં બે બાળકો અને તેમના માતા-પિતાનું મોત નીપજ્યું હતું પોલીસે ઘટનાની વિગતો મળતાં સ્થળ પર આવી વધુ કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે તમામ મૃતકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.



લુણાવાડાના ચાર કોસીયા પાસે ગઇકાલે મોડી રાત્રે એક ટ્રક ચાલક દ્વારા બાઈક પર સવાર માતા પિતા અને બે બાળકો ને અડફેટે લઈ લેવામાં આવ્યા હતા આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પરિવારના ચાર એ વ્યક્તિના સ્થળ પર જ મોત નિપજયા હતા અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો આ અકસ્માતમાં લુણાવાડાના નોરાણી કોલોની ખાતે રહેતા 30 વર્ષીય હસન હનીફ રહીમના નાઝી, 24 વર્ષીય હામેરા બીબી હસન નાઝી, 7 વર્ષીય હુદ હસન નાઝી અને 5 વર્ષીય નોહ હસન નાઝીનું મોત નિપજયું હતુ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular