પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ભારતીય પોલીસ સેવાના 1985 બેચના અધિકારી અને ગુજરાતનો ટોપ મોસ્ટ સિનિયર અઘિકારી આશીષ ભાટીયા ડીજીપીના પદ ઉપરથી તા 31મી મેના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં હતા, પરંતુ કેન્દ્રીય ગૃહ વિભાગે આશીષ ભાટીયાની નિવૃત્તીની મુદત આઠ મહિના વધારી આપી છે, હમણાં સુધી ગુજરાતના ડીજીપીને મળેલા એકશટેન્સમાં સૌથી લાંબી મુદત આશીષ ભાટીયાને મળી છે. જેનો અર્થ ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચુંટણી થશે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જવાબદારી આશીષ ભાટીયાની રહેશે.
1985 બેચના અધિકારી આશીષ ભાટીયા જો તેમની મુદત પ્રમાણે નિવૃત્ત થતાં તેમના પછી સિનિયર તરીકે ગુજરાત સીઆઈડી ક્રાઈમના વડા ટી એસ બીસ્ટ ડીજીપી થઈ શકે તેમ હતા જો કે તેઓ પણ એક મહિના પછી નિવૃત્ત થતાં હોવાને કારણે તેમનું ડીજીપી બનવુ સંભવ ન્હોતુ બીસ્ટ પછી સિનિયર અધિકારી સતીષ વર્માનો ક્રમ આવતો હતો પણ પોલીસ એન્કાઉન્ટરમાં તેમણે ગુજરાતના તત્કાલીન અને હાલના કેન્દ્રીય નેતાઓને નારાજ કરવાની ગુસ્તાખી કરી હતી જેના કારણે હાલમાં તેઓ વિવિધ ખાતાકીય તપાસનો સામનો કરી રહ્યા છે તેઓ હાલમાં ડેપ્યુટેશન ઉપર છે એટલે તેમને તો આ સરકાર કયારેય પણ ડીજીપી બનાવે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી.
અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 1987 બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી ડીજીપી બને તેવી પુરી શકયતા હતી, શ્રીવાસ્તવ સ્વભાવે મૃદુ અને તમામ સ્શિતિમાં અનુકુળ આવે તેવા અધિકારી છે, પરંતુ તેઓ ડીજીપી બને નહીં માટે છેલ્લાં લાંબા સમયથી ચોક્કસ લોબી તેમના વિરોધમાં પ્રચાર કરી હતી, જો કે સંજય શ્રીવાસ્તવના નિર્ણયમાં થયેલી ભુલો માટે તેમના નજીકના વધુ જવાબદાર છે જેમની ઉપર તેઓ આંધળો ભરોસો મુકી રહ્યા છે. ભારતીય પોલીસ સેવામાં જોડાયેલા કોઈ પણ અધિકારીનું એક સ્વપ્ન તો ચોક્કસ હોય છે કે તે પોલીસના સર્વોચ્ચ પદ ડીજીપી સુધી પહોંચે, પરંતુ હવે આશીષ ભાટીયાને એકશટેન્શન મળતા આઠ મહિના સુધી સંજય શ્રીવાસ્તવને ડીજીપી બનવા ઉપર બ્રેક વાગી છે સંજય શ્રીવાસ્તવ એપ્રિલ 2023માં નિવૃત્ત થાય છે પરંતુ આઠ મહિનાની મુદત વધતા હવે ભાટીયાજી 31 જાન્યુઆરી 2023 સુધી ડીજીપી રહેશે.
2023માં નવી સરકાર અસ્તીત્વમાં આવશે ત્યાં સુધી ઘણા બધા ગણિત અને સંબંધોના સમીકરણો બદલાઈ ગયા હશે એટલે ત્યાર પછી શ્રીવાસ્તવ ડીજીપી બનશે કે નહીં તે હાલમાં કહેવુ મુશ્કેલ છે, સામાન્ય રીતે નવા ડીજીપીની નિયુકતી સાથે સિનિયર આઈપીએસ અધિકારીઓની પણ બદલી થાય છે ગત ડીજીપી શીવાનંદ ઝા નિવૃત્ત થયા ત્યારે પણ બદલી થઈ હતી એટલે એવુ અનુમાન હતું કે લાંબા સમયથી સિનિયર અધિકારીઓની બદલી થઈ નથી તે 31મી મેના રોજ થશે પણ હવે આશીષ ભાટીયા યથાવત રહ્યા તેના પગલે બાકી રહેલી બદલીઓનો ક્રમ આવશે ડીજીપીના પદ પછી સૌથી પ્રભાવશાળી પદ અમદાવાદ પોલીસ કમિશનરનું છે, હવે જોવાનું રહ્યુ કે સંજય શ્રીવાસ્તવ તેમની સામે થયેલા પ્રચારને ખાળવામાં કેટલા સફળ થયા છે, તેંમને પોતાનું કમિશનર પદ બચાવવા માટે હવે પ્રયત્ન કરવા પડશે કારણ હવે તેમને કમિશનરમાંથી હટાવવામાં જેમ લોબી સક્રીય તેમં અમદાવાદ પોલીસ થવા માટે પણ અનેક સક્રિય છે તેઓ પણ પોતાના સંપર્ક અને વગનો ઉપયોગ કરશે પરંતુ મહત્વની બાબત એવી છે કે સરકારની જરૂરીયાત કોણ છે.

ખંભાતના PI તો દારૂની રેડ કરવા ગયા હતા પણ ત્યાં તેમણે જે જોયુ હ્રદય હચમચી ગયુ શુ થયુ જાણવા જુઓ Video
પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. ખંભાત): પોલીસની નોકરી પણ કપરી હોય છે, ખાખી કપડામાં રૂઆબ છાંટતો પોલીસ અધિકારી-જવાન તો આખરે માણસ છે. કયારેક એવુ પણ મને છે જે પોલીસનો નોકરીનો ભાગ નથી છતાં નજર સામે એવી ઘટના ઘટે ત્યારે પોલીસને લાગે કે તેણે માણસ તરીકે પણ કઈક કરવુ જોઈએ આવુ જ કઈક ખંભાત ગ્રામ્ય પોલીસના ઈન્સપેકટર આર.એમ.ખાંટ સાથે બન્યુ હતું. તેઓ પોતાની નોકરીના ભાગ રૂપે તેમના વિસ્તારના લીસ્ટેડ બુટલેગરની તપાસમાં નિકળ્યા હતા, પરંતુ ઝુંપડાની બહાર બેઠેલી એક સ્ત્રીની દશા જોઈ તેમની અંદર રહેલા માણસે તેમને એક સારૂ કામ કરવાની ફરજ પાડી હતી.
2010ની બેંચના પોલીસ અધિકારી આર.એમ.ખાંટ તેમના વિસ્તારમાં દારૂ વેચતા અગાઉ પકડાયેલા હોય તેવા બુટલેગરની ત્યાં તપાસ કરવા નિકળ્યા હતા. અગાઉ ખંભાત પોલીસના ચોપડે જયોત્સના ઠાકોર દેશી દારૂ વેંચતા પકડાઈ હતી. જયારે ઈન્સપેકટર ખાંટ જયોત્સના ઘરે ઝુંપડા ઉપર પહોચ્યા ત્યારે તેમણે જોયુ તો જયોત્સાના ચાલી પણ શકતી ન્હોતી. તેનો પગ સુઝેલો હતો, આથી તેમણે તેની પુછપરછ કરતા ખબર પડી કે તેને પગમાં કોઈ બીમારી છે. પરંતુ તેની પાસે દવા કરવાના પણ પૈસા નથી. જયારે જયોત્સના ઝુપડામાં જોયુ તો બે ટંકના ખાવાની પણ કોઈ વ્યવસ્થા ન્હોતી, તો જયોત્સના દવા કેવી રીતે કરાવે તેવો પણ પ્રશ્ન હતો.
પીઆઈ ખાંટે જયોત્સનાને મદદ કરવાનું આશ્વાસન આપ્યુ અને ખંભાતના સ્થાનિક ડૉકટરો પાસે તેનું નિદાન કરાવ્યુ પણ રીપોર્ટ આવ્યો તો તેઓ ચૌંકી ઉઠયા કારણે પ્રાથમિક તારણ એવુ હતું કે જયોત્સના પગનાં કેન્સરની ગાંઠ છે તેને સારવાર માટે અમદાવાદ કેન્સર હોસ્પિટલ લઈ જવી પડે તેમ હતી, ખાંટે પોતાના સ્ટાફ સાથે જયોત્સનાને અમદાવાદ કેન્સર હોસ્પિટલ મોકલી અને નિદાન અંતે એવુ નક્કી થયુ કે કેન્સર એટલુ વધી ગયુ છે તેનો પગ કાપવો પડશે, હવે જયોત્સનાને બચાવવા માટે તેનો પગ કાપવો અનિવાર્ય હતો, તેનું અમદાવાદમાં ઓપરેશન થયુ આ બધી જ વ્યવસ્થા ખંભાત પોલીસ દ્વારા કરવામાં આવી.
ઓપરેશનના પંદર દિવસ સુધી જયોત્સના કેન્સર હોસ્પિટલમાં હતી તેની તમામ સારવાર સહિતની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી તેને જયારે રજા આપવામાં આવી ત્યારે તેને લેવા ખંભાત પોલીસે વાહનની વ્યવસ્થા પણ કરી. પીઆઈ ખાંટે જણાવ્યુ કે આ કામ પણ પોલીસનું જ છે, હવે જયોત્સનાને કૃત્રીમ પગ બેસાડવો પડશે જેના કારણે તે એકલી ચાલી શકે. જેની વ્યવસ્થા પણ અમે કરી રહ્યા છીએ જુઓ વિડીયો જયોત્સના ઠાકોર શુ કહે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












