નવજીવન ન્યૂઝ. રાજકોટ: PM નરેન્દ્ર મોદી આજેથી ગુજરાત પ્રવાસે છે. PM મોદીએ રાજકોટના આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેઓએ જંગી સભાને સંબોધન કર્યુ હતું. PMએ સ્ટેજ પરથી લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતુ. સભા સંબોધતા PM મોદીએ કહ્યું હતું કે, દિલ્હીમાં એક દીકરો બેઠો છે, માતાઓ ચિંતા ન કરે, દેવાના બોજા તળે હવે નહીં પીડાવ.
PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુ અને સરદાર પટેલની આ પવિત્ર આ માટીના સંસ્કાર છે કે જેને 8 વર્ષમાં ભૂલ થી પણ કાંઈ ખોટું નથી કર્યું…કે જેના કારણે દેશને નીચું જોવું પડે. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વની NDAએ સરકાર રાષ્ટ્ર સેવાના 8 વર્ષ પૂરા કર્યા છે. 8 વર્ષ પહેલા તમે મને વિદાય આપી. પરંતુ તમારો પ્રેમ વધતો જાય છે. ગુજરાતની ધરતી આજે પર આવ્યો છું માથુ ઝૂકવીને તમામ નાગરિકોનો આદર કરવા માંગુ છું. તમે મને જે સંસ્કાર, શિક્ષા, સમાજ માટે જીવવાની શક્તિ આપી તેના કારણે જ 8 વર્ષ દેશની સેવામાં મેં કોઈ કસર બાકી નથી રાખી. પૂજ્ય બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નનાનું ભારત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
વધુમાં જણાવતા કહ્યું, વેકસીન તમારા બધાને લાગ્યા છે ને, વેકસીનેશન એક પણ રૂપિયા વગર થયું છે ને… આજે સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે ગરીબોની સરકાર કેવી રીતે કામ કરે છે. કોરોના મહામારીમાં પણ દેશે આ અનુભવ કર્યો છે. આજકાલ તમે જોવો છો ને કે, યુદ્ધ પણ ચાલી રહ્યુ છે…આવા સમયે લોકો ચિંતિત થતા હોય છે. આવા સમયે પણ સરકારે કામ કર્યું છે.આજે જ્યારે જસદણમાં પ્રથમ સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવાનો મોકો મળ્યો. મને હોસ્પિટલ જોવાનો, દાતાને જોવાનો મળવાનો મોકો મળ્યો. ટ્રસ્ટીઓએ મને કહ્યુ કે, પાછુ વળીને જોતા નહિ, જે દર્દી આવશે તેની પાસે રૂપિયા નહિ હોય તો પણ સારવાર લીધા વગત પરત નહિ ફરે. આપણે એવા સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ કે હોસ્પિટલ ખાલી ને ખાલી જ રહે…કોઈ દિવસ હોસ્પિટલે જરૂર ન પડે તેવી પ્રાર્થના કરીએ. રાજકોટમાં ગુજરાતની એઇમ્સ હોસ્પિટલ મળી છે તેનું કામ તેજ ગતિએ થઈ રહી છે. જામનગરમાં WHOનું સેન્ટર ફાળવ્યું અને હવે આટકોટમાં મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલ મળતા બાપુડી મોજ પડી ગઈ. ગુજરાતમાં 2001માં માત્ર 9 જ મેડિકલ કોલેજ હતી, આજે ગુજરાતમાં સરકારી અને પ્રાઇવેટ મળી 30 મેડિકલ કોલેજો છે.. હવે દરેક જિલ્લામાં એક-એક મેડિકલ કોલેજ બનાવવાની છે, આજે મેડિકલ કોલેજોમાં 8000 સીટો છે, ડોકટર થવા માટે માતૃભાષામાં અભ્યાસ કરીને પણ ભણી શકાય તેવો નિયમ બદલ્યો, ડબલ એન્જીનની આ સરકારે ગુજરાતનો વિકાસ કરી રહી છે, જેનો ગુજરાતને લાભ મળી રહ્યો છે, 2014 પહેલા કેન્દ્ર સરકારમાં કોઈ પ્રોજેકટ જાય તો યોજના નહિ પણ મોદી જ દેખાતા.
નર્મદા નદી પર સરદાર સરોવર પર દરવાજા ચડાવવા નહોતા દીધા. મને ખબર છે કે ગરીબ લોકોની જિંદગી કેમ જીવતી હોય છે. દિલ્હીમાં એક દીકરો એવો બેઠો છે જે માતાઓને જરૂર પડે ત્યારે હેરાન ન થવું પડે તે માટે જ આયુષ્યમાન યોજના શરૂ કરવામાં આવી. આયુષમાન યોજના આપણા દેશના લોકો લાભ લઇ રહ્યા છે, 50 કરોડ લોકોને આયુષ્યમાન યોજનાનો લાભ લઇ રહ્યા છે, સરકાર 5 લાખ સુધીની સારવાર મફત આપી આપી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











