નવજીવન ન્યૂઝ. રાજકોટ: PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રવાસે છે. PM મોદી આજે રાજકોટના આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. ત્યારબાદ PM મોદીએ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતું. હોસ્પિટલના આઈસીયુ વોર્ડ તથા અન્ય સુવિધાનુ નિરીક્ષણ કરી સાથે જ હોસ્પિટલની અન્ય સુવિધા વિશે પણ માહિતી મેળવી.

PM મોદીનું રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કર્યું સ્વાગત કર્યું હતું ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે આટકોટ જવા રવાના થયા હતાં. PM મોદીએ આટકોટમાં પટેલ સમાજ દ્વારા સંચાલિત નવનિર્મિત કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેમણે હોસ્પિટલમાં આવેલ ઈમ્પોર્ટેડ મશીનરી અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આજે PM મોદી અહીં પાટીદારોની એક જનસભાને પણ સંબોધીત કરશે.
PM મોદીના કાર્યક્રમને લઈને સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેશે. PM મોદીની સભાસ્થળની આસપાસ 500 વીઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. PM મોદીના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા સૌરાષ્ટ્રભરમાંથી 300થી વધુ એસ.ટી બસ આટકોટના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે. જેથી આજે સૌરાષ્ટ્રમાં મુસાફરી કરતાં યાત્રિકોને બસ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ઉપરાંત આજે એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











