Sunday, May 24, 2026
HomeGeneralહાર્દિક પટેલને ભાજપમાં આવવાની ફરજ પાડવામાં ગુજરાતના એક IPSની ભુમીકા મહત્વની...

હાર્દિક પટેલને ભાજપમાં આવવાની ફરજ પાડવામાં ગુજરાતના એક IPSની ભુમીકા મહત્વની છેઃ નરેન્દ્ર મોદીના સીગ્નલ પછી બધા વાંધા ગૌણ બની ગયા

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હાર્દિક પટેલ ભાજપમાં આવે તેની સામે ભાજપના એક મોટા વર્ગને વાંધો છે, પણ હાર્દિક પટેલને ભાજપમાં એન્ટ્રી આપવાનો નિર્ણય ખુદ નરેન્દ્ર મોદીનો હોવાને કારણે તમામ વાંધા ગૌણ બની ગયા છે. હાર્દિક પટેલે પાટીદાર આંદોલન પછી અને કોંગ્રેસમાં જોડાય પછી અનેક ઉમંરના તૌરમાં અનેક ભુલો કરી પણ આ ભુલો તેને આવાનાર સમયમાં કેટલી ભારે પડી શકે છે તેનું ભાન ગુજરાતના એક ટોપ આઈપીએસ અધિકારીએ કરાવતા હાર્દિક પટેલના પગ નીચેની જમીન ખસી ગઈ હતી, તો હવે શુ થઈ શકે તેવી સ્થિતિમાં હાર્દિક પટેલે આઈપીએસ અધિકારી પાસે તેનો ઉકેલ માંગતા, ભાજપમાં પ્રવેશ એક જ રસ્તો રહ્યો છે તેવી સમજ અધિકારીએ આપતા હાર્દિક પટેલે ભાજપમાં જોડાવવાની તૈયારી બતાડી હતી, જો કે ભાજપમાં જોડાતા પહેલા હાર્દિકે અમીત શાહ સાથે મિટીંગ કરી હતી, અને પોતાની એકાદ શરત પણ મુકી હતી, હાર્દિક માને છે તેની શરત પ્રમાણે તે ભાજપમાં જઈ રહ્યો છે પણ દરેકને ભ્રમમાં રહેવાનો અધિકાર છે.



ક્રાઈમની દુનિયામાં અનેક ઓપરેશનને સફળતાપુર્વક અંજામ આપનાર આ આઈપીએસ અધિકારી સુચના મળે તો પોલીટીકલ ઓપરેશન પાર પાડવામાં માહિર છે. 2022ની ચુંટણીમાં ભાજપનું લક્ષ માત્ર ગુજરાત સર કરવાનું નથી, પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 182 સીટનો લક્ષાંક કહે છે તે દિશામાં આગળ વધવાનું છે. ગુજરાતમાં સૌથી બેઠકો કોંગ્રેસે માધવસિંહ સોંલકીના નેતૃત્વમાં 149 બેઠકો જીતી હતી, આંકડાને પાર કરવા માત્ર પોતાની તાકાત ઉપર ભરોસો કરવાને બદલે પ્રતિસ્પર્ધીની તાકાત ઘટાડવી તે પણ એખ વ્યુહ રચના છે, હાર્દિકનો ભાજપમાં વિરોધ કરનારની દલીલ છે કે જો હાર્દિક તાકાતવર હોય તો કોંગ્રેસને કેમ જીતાડી શકયો નહીં, પણ હાર્દિકને પ્રવેશ આપવાનો નિર્ણય કરનાર હાઈકમાન્ડ માને છે મેદાનમાં જો સ્પર્ધક જ હોય નહી તો રમતના તમામ મેડલ તમારા થઈ જાય છે.

હાર્દિક પટેલ પહેલા પણ આ આઈપીએસ અધિકારી આ પ્રકારના પોલીટીકલ ઓપરેશન પાર પાડી ચુકયા છે જો કે તેમણે આ પ્રકારના ઓપરેશનના ઈનામ પેટે કોઈ પણ માંગ કરી નથી અને અપેક્ષા પણ રાખી નથી તેના કારણે તેઓ અમીત શાહ અને નરેન્દ્ર મોદીના સીધા સંપર્કમાં છે તેઓ ગુજરાતમાં કે કૈલાશનાથન સિવાય કોઈ સાથે વાત પણ કરતા નથી આ અધિકારીને ઓપરેશન હાર્દિક સોંપવામાં આવ્યુ ત્યારે તેઓ બહુ સ્પષ્ટ હતા કે હાર્દિકને ભાજપમાં લાવવો બહુ મોટુ ટાસ્ક નથી હાર્દિક ભાજપમાં ના આવે તો હાર્દિકને નુકશાની સિવાય કઈ મળવાનું ન્હોતુ, 2015માં લડી લેવુ છે તેવુ માનનાર હાર્દિકને સમય જતા સમજાઈ ગયુ કે લડી લેવુ તો સહેલુ છે, પણ લડવા માટે મેદાનમાં ઉભા રહેવુ જ પણ જરૂરી છે જો આપણી રાજકિય હયાતી જ ના રહી તો અને બાકીની જીંદગી જેલમાં જ પસાર થઈ તો બધુ વ્યર્થ થઈ જશે.



જયારે માણસ પાસે ગુમાવવાનું ના હોય ત્યારે લડાઈ સરળ લાગતી હોય છે પણ જયારે તે વ્યકિત બધી રીતે સમૃધ્ધ અને સંપન્ન થઈ જાય ત્યારે એકત્રીત કરેલુ ગુમાવવાનો ડર લાગે તે સ્વભાવીક છે. 2015 અને 2022માં હાર્દિકની સ્થિતિમાં મોટો ફેર હતો, ભાજપ સામે લડી ના જ શકાય તેવુ પણ નથી, પણ જે ગુમાવવાની તૈયારી હોય તેમણે લડાઈ લડવી જોઈએ, હાર્દિક હવે ગુમાવવા માગતો ન્હોત એટલે તેણે ભાજપમાં જવાનો નિર્ણય કર્યો તે બહુ જ સહજ બાબત છે, હાર્દિકે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયો તે માટે હાર્દિકના નજીકના કોંગ્રેસી સાથીઓ કહે છે, કોંગ્રેસ છોડી ભાજપમાં હાર્દિક જાય તેની સામે કોઈ વાંધો નથી, પણ જે કોંગ્રેસ તેને માનમરતબો આપ્યો તેને આ પ્રકારે ગાળો ભાંડી જવાનું રીત યોગ્ય નથી નરેન્દ્ર મોદીએ હાર્દિકની એન્ટ્રીને લીલી ઝંડી આપતા દિલ્હી ખાતે અમીત શાહ સાથે હાર્દિકની મુલાકાત ગોઠવાઈ હતી.

- Advertisement -

મિટીંગમાં અમીત શાહની સાથે ગુજરાત આ આઈપીએસ અધિકારી પણ હતા, હાર્દિકની સ્થિતિ હવે એવી છે કે તે અમીત શાહ પાસે કોઈ માંગણી કરી શકે તેમ નથી એટલે હાર્દિકે વિનંતી કરી હતી કે તેના તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવે અને તેને ધારાસભ્ય બનાવવામાં આવે, આ મિટીંગમાં હાર્દિકને હકારાત્મક ઉત્તર મળ્યો હતો, જેના પગલે હાર્દિકે કોંગ્રેસ છોડી છે હવે હાર્દિક ભાજપમાં એન્ટ્રી લેશે, કેટલાંકનો મત છે કે હાર્દિક નરેન્દ્ર મોદી ગુજરાત આવે ત્યારે ભાજપમાં પ્રવેશ કરશે, પરંતુ કમલમના સુત્રોની જાણકારી પ્રમાણે હાર્દિકનું કદ એટલુ મોટુ નથી કે નરેન્દ્ર મોદી પોતાની હાજરીમાં તેને પ્રવેશ આપે આમ થતાં સ્મૃતી ઈરાની અથવા અનુરાગ ઠાકુર જેવા રાષ્ટ્રીય નેતા હાજર રહી હાર્દિકને આવકારશે તેવુ નક્કી છે.



ભાજપ હાઈકમાન્ડ પણ હાર્દિક ઉપર સંપુર્ણ ભરોસો મુકી શકે તેવી સ્થિતિમાં નથી, હાર્દિક ભાજપમાં આવે તેની સાથે તેના તમામ કેસ પાછા ખેંચાઈ જશે તેવુ માનવવાને પણ કોઈ કારણ નથી ધીરે ધીરે કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલશે, કદાચ તેમાં બે ચાર વર્ષ પણ નિકળી જાય કારણ હાર્દિકને ભાજપમાં આવ્યા પછી કંટ્રોલમાં રાખવા માટે પણ તેના કેસ પડતર રહે તે જરૂરી છે, જયા સુધી હાર્દિકના કેસ પાછા ખેચાશે નહીં ત્યાં સુધી તે કોઈ નવી માગણી કરશે નહીં જયા સુધી હાર્દિકને ટીકીટ આપવાનો સવાલ છે ત્યાં સુધી ટીકીટ મળે તો તે ભાજપની જરૂરીયાત હશે તેને હાર્દિકે પોતાની તાકાત સમજવાની ભુલ કરવી જોઈએ નહીં અને બની શકે ભાજપમાં આવ્યા પછી ટીકીટ માટે હજી પાંચ વર્ષ રાહ જોવાનું પણ કહેવામાં આવે આ જ પ્રકારે નરહરિ અમીને પણ કોંગ્રેસ છોડી હતી પણ લગભગ દોઢ દાયકા પછી નરહિર જેવા કદાવર નેતાને ભાજપે રાજયસભાની ટીકીટ આપી હતી.

તમને કોંગ્રેસ સાથે મતભેદ છે વાંધો નહીં, પણ તેમાં ચિકન સેન્ડવિચ વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે: જિગ્નેશ મેવાણીની હાર્દિક પટેલને ટકોર

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગઈકાલે હાર્દિક પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ આજે વડગામના અપક્ષ ધારાસભ્ય અને વૈચારિક રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા જિગ્નેશ મેવાણીએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજય કર્યું હતું, જેમાં તેમણે હાર્દિકે ગરિમામાં રહીને કોંગ્રેસ છોડવાની જરૂર હતી, મતમતાંતર બધાને હોય છે પણ પોતાની ગરિમા ન ભુલાવી જોઈએ.



જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, “દેશની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી છે કોંગ્રેસ, દેશને આઝાદી અપાવવા માટે કોંગ્રેસનું મહત્વનું યોગદાન રહ્યું છે. દેશને અમૂલ્ય બંધારણ કોંગ્રેસે આપ્યું છે જેના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર છે. ઉદયપુરમાં થયેલી ત્રણ દિવસની ચિંતન સીબીરમાં કોંગ્રેસે જેમ અંગ્રેજોએ સામે ‘ભારત છોડો’નો નારો આપ્યો હતો તેમ ‘ભારત જોડો’નો નારો આપ્યો છે. જે લોકો દેશની એકતા અને અખંડિતતાને તોડવા માગે છે તેમની સામે કોંગ્રેસ ભરજ જોડોનું અભિયાન લઈને આગળ વધી રહી છે. કોંગ્રેસનાં શીર્ષનેતૃત્વ નીચે અમે સંકલ્પ કર્યો છે કે દેશમાં બેરોજગારી અને મોંઘવારીએ સામે કામ કરીશું. હું કોંગ્રેસની આ વિચારધારાને જોઈને કોંગ્રેસમાં જોડાયો છું. બે-ચાર મિત્રોએ જે કોંગ્રેસ છોડી તેના કારણે જે માહોલ બની રહ્યો છે તેના વિરોધમાં હું આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું. ડંકાની ચોટ ઉપર કહું છું કે હું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે હતો અને રહીશ.”

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જે પણ મિત્રો કોંગ્રેસ છોડીને ગયા છે, તે ગમે તે વાતો કરતાં હોય પણ હું અને કોંગ્રેસ સાથે મળીને ગુજરાતનાં લાખો યુવાનોને કોંગ્રેસમાં જોડવાના છે. જે મિત્રોએ કોંગ્રેસ છોડી તેમના ઉપર સીધી વાત કરું તો હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી અન્ય પણ બીજા 3-4 મિત્રોએ કોંગ્રેસ છોડી છે. તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો તે ખોટું હતું, તમે તમારો વૈચારિક વાંધો રજૂ કરી શકો. તમારે એક ગરિમા જાળવવી જોઈતી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ ગુજરાત વિરોધી પાર્ટી છે. છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર રહીને પણ કોંગ્રેસે સતત ગુજરાતની જનતા માટે કામ કર્યું છે. તમને કોંગ્રેસ પક્ષ સાથે વાંધો થયો તેના કારણે તમે કોંગ્રેસને ગુજરાત વિરોધી અને દેશ વિરોધી ચીતરવાનો પ્રયાસ કર્યો તે ખોટું છે. તમે રાજીનામું આપતી વખતે વચ્ચે ચિકન સેન્ડવિચને ક્યાં લાવો છો? આ કોઈ દલીલનો મુદ્દો છે. તમે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરો છે જે માણસે તમને પ્રેમ આપ્યો છે.”



તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ઘણા ટોચના નેતાઓની શીર્ષ નેતૃત્વ સાથે સીધો સંવાદ નથી હોતો, હાર્દિક પટેલની પાસે 26-27 વર્ષની વયે આ સીધો સંવાદ શીર્ષ નેતૃત્વ કરતું હતું. તમને કોંગ્રેસ સામે વાંધો હોય અને તમે કોંગ્રેસ છોડી શકો છો, પણ તમે જે ભાષાનો ઉપયોગ કરો છો તે ખોટું છે, અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી હતી પણ તેમણે ગરિમા ભંગ થાય તેવી કોઈ ભાષાનો ઉપયોગ કર્યો ન હતો. તમે કોંગ્રેસ પક્ષ છોડ્યો તેમાં વાંધો નથી પણ પક્ષ છોડવાની પ્રક્રિયામાં તમારી પ્રેસ કોન્ફરન્સમાં તમને અદાણી અને અંબાણી સાથે કેમ પ્રેમ થઈ ગયો તે મને ખબર નથી પડતી. દેશમાં અને ગુજરાતમાં હાલ બેરોજગારી એને મોંઘવારીની સમસ્યા ચરમસીમાએ છે જેની સામે તમે લડ્યા હતા હવે ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તમે તમારી વિચારધારા સામે સમાધાન કરી રહ્યા છો.”

જિગ્નેશ મેવાણી ભાજપ સામે નામ જોડાવા અંગે કહું કે, “છેલ્લા એક મહિનાથી ગુજરાતનાં મીડિયામાં ચાલી રહ્યું છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે, હાર્દિક પટેલે ભાજપ સાથે સમાધાન કર્યું, તમે તમારી વિચારધારા સાથે સમાધાન કર્યું ત્યારે લોકો આવી વાતો કરે છેને, હું ડંકાની ચોટ ઉપર કહું છું કોઇની તાકાત છે કે કહે જિગ્નેશ મેવાણી ભાજપમાં જોડવાના છે કે ભાજપ સાથે સમાધાન કર્યું. વિચારધારાએ તમારા લોહીમાં વહેતી હોવી જોઈએ તે કોઈન વસ્ત્ર નથી કે તમે તેને બદલી નાખો. તમારી ઉપર જ્યારે 32-35 કેસ થયા હોય ત્યારે હું સમજી શકું છું કે તમે કોંગ્રેસ છોડી પણ તમે જ્યારે વચ્ચે ચિકન સેન્ડવિચ લાવો છો અને કોંગ્રેસનાં શીર્ષ નેતૃત્વ અંગે ટિપ્પણી કરો છો તે તમારા વિચારધારાના સમાધાન પછી તમને શોભતી નથી.”





- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular