Monday, July 27, 2026
HomeGeneralગુટખાની પીચકારી મારવા જતાં અમદાવાદથી ઉપડેલી બસ ટ્રેલેરમાં ઘુસી, ઉંઘમાં જ મોત...

ગુટખાની પીચકારી મારવા જતાં અમદાવાદથી ઉપડેલી બસ ટ્રેલેરમાં ઘુસી, ઉંઘમાં જ મોત નીપજ્યાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કોટાઃ અમદાવાદથી મુસાફરો લઈને નીકળેલી બસનો અકસ્માત સર્જાયો છે. જો કે આકસ્માત ડ્રાઈવરની બેદરકારીનો કારણે થયો હોવાનું સામે આવ્યું છે. બસ ડ્રાઈવર ગુટખાની પીચકારી મારવા જતા બસ રોડ પર ઉભેલા ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. બસનો અકસ્માત સર્જાતા ઉંઘમાં જ 4 લોકોના મોત નીપજ્યા હતા.



માહિતી અનુસાર, અમદાવાદથી કાનપુર જવા માટે એક ખાનગી ટ્રાવેલ બસ ઉપડી હતી. આ બસમાં લગભગ 45 મુસાફરો સવાર હતા. જ્યારે બસ રાજસ્થાનના કોટાના સિમલિયા પોલીસ સ્ટેશનની હદમાંથી મંગળવારે સવારે3 વાગ્યે પસાર થઈ રહી હતી તે દરમિયાન કોટા-બારા હાઈવે 27 પર સિમલિયા નજીક બસ ડ્રાઈવરે ગુટકાની પીચકાર મારવાનો પ્રયાસ કરતી વખતે બસનું બેલેન્સ બગડતાં રસ્તા પર ઊભેલા ટ્રેલર સાથે અથડાઈ ગઈ.

આ અકસ્માતમાં મધ્યપ્રદેશના એક અને ઉત્તરપ્રદેશના 2 યાત્રિકનાં મોત નીપજ્યાં છે. એક યાત્રીની હજી સુઘી ઓળખ થઈ નથી. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ ડ્રાઈવર બસ મુકીને ઘટના સ્થળથી ફરાર થઈ હતો. પોલીસને બનાવની જાણ થતા પોલીસે યાત્રિકોને બસની બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા. બનાવ બાદ ગ્રામીણ એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા. અકસ્માતમાં બસના જ બે ડ્રાઈવરના મોત નીપજ્યા છે, જે બસમાં સૂતા હતા, જેમને શિફ્ટમાં બસ ચલાવવાની હતી. બંને ડ્રાઈવરના ઉંઘમાં જ મોત થઈ ગયાં છે. મૃતકોમાં વીરેન્દ્ર, ઝાંસી, ઉત્તરપ્રદેશ, નારાયણ સિંહ, ગ્વાલિયર, મધ્યપ્રદેશ, જિતેન્દ્ર સિંહ, ઈટાવા, ઉત્તરપ્રદેશ, એક અજ્ઞાતનો સમાવેશ થાય છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular