Monday, August 17, 2026
HomeGeneralઅમેરિકા: ટેક્સાસમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ કર્યા ગોળીબાર, 18 વિદ્યાર્થીઓ સહિત 21ના મોત

અમેરિકા: ટેક્સાસમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ કર્યા ગોળીબાર, 18 વિદ્યાર્થીઓ સહિત 21ના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવીદિલ્હી: અમેરિકાના ટેક્સાસથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે સવારે એક 18 વર્ષીય યુવકે અહીંની એક પ્રાથમિક શાળામાં ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં 18 બાળકો અને ત્રણ વયસ્કોનો સમાવેશ થાય છે. યુએસ મીડિયાએ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટને ટાંકીને કહ્યું કે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબાર થયો છે જેમાં એક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો છે.



અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ ગોળીબારની ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં બનેલી ઘટના ખૂબ જ દુઃખદ છે. તે જ સમયે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના માનમાં તમામ લશ્કરી અને નૌકા જહાજો, સ્ટેશનો અને વિદેશમાંના તમામ યુએસ દૂતાવાસો અને અન્ય કચેરીઓએ 28 મેના રોજ સૂર્યાસ્ત સુધીમાં અડધી માસ્ટ જાહેર કરી હતી. જો બિડેને ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ સાથે શાળાના ગોળીબારના પગલે મદદ કરવા માટે વાત કરી હતી.
રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, ગોળીબારમાં મૃત્યુ પામેલા બાળકોને તેમના માતા-પિતા બાળકોને ફરી ક્યારેય જોઈ શકશે નહીં. હવે કંઈક કરવું પડશે. વધુમાં કહ્યું કે, જે લોકો આ રીતે કાયદાની વિરુદ્ધ જઈને બંદૂક ઉપાડે છે, તેમને આપણે કહેવાની જરૂર છે, અમે તેને માફ નહીં કરીએ.

હિલેરી ક્લિન્ટને પણ ટેક્સાસ ગોળીબારની ઘટના પર નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે આ ઘટના પર વિચારો અને પ્રાર્થનાઓ પૂરતી નથી. અમને ફક્ત એવા ધારાશાસ્ત્રીઓની જરૂર છે જેઓ અમેરિકામાં બંદૂકની હિંસા રોકવા માટે તૈયાર હોય. ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે આ ગોળીબાર 2012ના સેન્ડી હૂક એલિમેન્ટરી સ્કૂલના ગોળીબાર કરતાં વધુ ઘાતક હતું. તેમણે જણાવ્યું કે આ ઘટના ટેક્સાસના નાના શહેર ઉવાલ્ડેમાં બની હતી. અહીંની વસ્તી 20,000થી ઓછી છે.

- Advertisement -

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટના જણાવ્યા અનુસાર બંદૂકધારીનું નામ સાલ્વાડોર રામોસ હતું. ગોળીબાર સમયે શાળામાં ફક્ત 600 કરતાં ઓછા વિદ્યાર્થીઓની નોંધણી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ અને બસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 60 વર્ષની એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે તેની સારવાર ચાલી રહી છે. તેમજ હોસ્પિટલે જણાવ્યું હતું કે 10 વર્ષની બાળકીની હાલત પણ નાજુક છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular