નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારતીય રૂપિયો ગુરુવારે ફરી એકવાર અમેરિકન ડોલર સામે 77.73ની સર્વોચ્ચ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. છેલ્લા 10 કારોબારી સત્ર દરમિયાન રૂપિયો પાંચમી વખત રેકોર્ડ નીચલા સ્તર પર બંધ થયો છે. બ્લૂમબર્ગે આંશિક રીતે કન્વર્ટિબલ રૂપિયો 77.73ની પોતાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ બંધ દર્શાવ્યો હતો, જ્યારે ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, નોંધપાત્ર કારોબારમાં રૂપિયો 77.72 પર બંધ રહ્યો હતો.
આંતર-બેંક વિદેશી વિનિમય બજારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 77.72 ની સપાટીએ ખૂલ્યો હતો, અને દિવસના વેપાર દરમિયાન ઘટીને 77.63 પર આવી ગયો હતો. બુધવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 77.61ની વિક્રમી નીચી સપાટીએ બંધ રહ્યો હતો, જેનું કારણ ફુગાવો અને આર્થિક મંદીને આભારી છે.
ગુરુવારે છેલ્લા 10 ટ્રેડિંગ દિવસોમાં પાંચમી વખત રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહેલો રૂપિયો જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ સમયસર હસ્તક્ષેપ ન કર્યો હોત તો તે ઘણો નીચો જઈ શક્યો હોત. ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈએ તેના વિદેશી વિનિમય ભંડારમાંથી પૈસા ઉપાડીને રૂપિયાનો બચાવ કર્યો હતો. આ વર્ષે માર્ચ મહિનામાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે રૂપિયો સૌથી પહેલા રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











