નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણીની હવે સિમેન્ટ સેક્ટરમાં એન્ટ્રી થઈ છે. અદાણી ગ્રુપે સિમેન્ટ બનાવતી કંપની હોલ્સિમ ઈન્ડીયાને ખરીદવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે દુનિયાની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલ્સિમ ઈન્ડીયાને 10.5 બિલિયન ડોલર (81,361 કરોડ) માં ખરીદવા સૌદો કર્યો છે.
અદાણી ગ્રુપે રવિવારે જણાવ્યું હતું કે તેમણે સિમેન્ટ સેક્ટરમાં પોર્ટ-ટુ-એનર્જી સમૂહના મહત્વને ઓળખીને ભારતમાં હોલ્સિમ લિમિટેડનો કારોબાર USD 10.5 બિલિયનમાં હસ્તગત કર્યો છે. આ જૂથે ભારતની બે સૌથી મોટી સિમેન્ટ ખરીદી છે. હોલસીમ ગ્રૂપની કંપનીઓ અંબુજા અને એસીસી પણ આ ક્ષેત્રમાં પગલાં લેવાયા છે. હોલિસેમ ગ્રુપની અંબુજ સીમેન્ટ્સમાં 63.1 ટકા ભાગીદારી હતી જે હવે અદાણી ગ્રુપની હશે. અને એસીસીમાં હોલસિમ ગ્રુપની 54.53 ટકા ભાગીદારી હતી. સ્વિટ્ઝરલેન્ડની કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં એન્ટ્રી કરી હતી.
અદાણી સિમેન્ટેશન લિમિટેડ જે ગુજરાતના દહેજ અને મહારાષ્ટ્રના રાયગઢ ખાતે બે સિમેન્ટ એકમો સ્થાપવાનું આયોજન કરી રહી છે. હોલસીમની બે ભારતીય સ્ટેપ-ડાઉન કંપનીઓ એસીસી લિમિટેડ અને અંબુજા છે. અદાણી ગ્રુપે ભારતની બે મોટી સીમેન્ટ કંપનીઓ અંબુજ સીમેન્ટ અને એસીસીમાં હોલસિમ ગ્રુપની સમગ્ર ભાગીદારીને 10.5 અબજ ડોલરમાં ખરીદવાની ડીલ ફાઈનલ કરી છે. અદાણી ગ્રુપ તરફથી આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











