નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા દિવસેને દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે. સામાન્ય જેવી બાબતોમાં કોઇની હત્યા થઈ જાય છે. અમદાવાદનાં વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી જેમાં લગ્નમાં ડાન્સ કરતી વખતે એક વ્યક્તિને યુવકનો હાથ લગતા તે વ્યક્તિએ યુવકની હત્યા કરી નાખી હતી. આ ઘટનાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી ત્યાર બાદ વટવા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા મલ્ટીમાહિતી મુજબ પકડાયેલા આરોપીનું નામ મહેશ ઠાકોર છે. મહેશ ઠાકોર પાડોશમાં એક લગ્ન પ્રસંગમાં ગરબામાં ગયો હતો તે સમયે અજય નામનો એક યુવક પણ આ ગરબામાં આવ્યો હતો. ગરબા વખતે અજયનો હાથ મહેશને લાગ્યો એમાં મહેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગરબા પત્યા પછી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગરબા પત્યા પછી લગભગ 1.30 વાગ્યે મહેશ અને અજય વચ્ચે ઝગડો થયો અને મારમારી પણ થઈ હતી, ત્યારે મહેશે આજનું થોડી વાર સુધી ગળું દબાવી રાખી હતું.
તે સમયે અજયના ભાઈએ વચ્ચે આવીને અજાણે છોડાવ્યો હતો અને સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોકટર દ્વારા તપાસ કર્યા બાદ તેમણે જણાવ્યુ હતું કે આજનું મૃત્યુ થઈ ગયું છે. ત્યાર બાદ અજયના ભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાનમાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી મહેશ ઠાકોરની ધરપકડ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











