Thursday, April 23, 2026
HomeGeneralમુંબઈમાં LICની ઓફિસમાં આગ, આઠ ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવામાં લાગી

મુંબઈમાં LICની ઓફિસમાં આગ, આઠ ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવામાં લાગી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈઃ દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની મુંબઈ ઓફિસમાં આગ લાગવાના સમાચાર છે. હાલ આગના કારણે જાનમાલને કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી. એલઆઈસીની આ ઓફિસ સાંતાક્રુઝ વિસ્તારના વિલે પાર્લે પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદ માર્ગ પર સ્થિત છે અને તે નાણાવટી હોસ્પિટલની સામે છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ તૈનાત કરવામાં આવી છે. હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.


આગ ઓફિસના બીજા માળે લાગી હતી, જ્યાં સેલેરી સેવિંગ સ્કીમ ઓફિસ આવેલી છે. આગના કારણે કેટલાંક કોમ્પ્યુટર અને ફર્નિચરને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ ફાયર ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આગ ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના બે માળની LIC ઑફિસ બિલ્ડિંગ પર ‘સેલરી સેવિંગ્સ સ્કીમ’ વિભાગમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઇન્સ્ટોલેશન, કમ્પ્યુટર્સ, ફાઇલ રેકોર્ડ્સ, લાકડાના ફર્નિચર વગેરે સુધી મર્યાદિત હતી.”

- Advertisement -

તેમણે જણાવ્યું કે આગ બીજા માળ સુધી જ સીમિત છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular