નવજીવન ન્યૂઝ. જમ્મુ: જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લાના સરહદી વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તપાસ દરમિયાન ગુરુવારે સુરક્ષા દળની ટીમને 265 ફૂટ લાંબી ઓક્સિજન પાઇપ મળી આવી હતી. આ પહેલા બુધવારે બીએસએફને આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક શંકાસ્પદ સુરંગ મળી આવી હતી. ત્યાર બાદથી જિલ્લો એલર્ટ પર છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
બીએસએફ જમ્મુ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ ડીકે બુરાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર એક સુરંગ મળી આવી છે. 22 એપ્રિલના રોજ જમ્મુ નજીક માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ આ જ ટનલમાંથી ઘૂસ્યા હોવાના કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું, પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ આગામી અમરનાથ યાત્રાને ખોરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સુરંગને શોધીને વીર જવાનોએ આતંકીઓના એક મોટા ષડયંત્રને રોક્યું છે.
તેમણે કહ્યું કે સુરંગની તપાસ કરવામાં આવી રહી છે. આ ટનલ તાજેતરમાં જ બનાવવામાં આવી છે. તે આંતરરાષ્ટ્રીય સરહદ પારના પાકિસ્તાની ક્ષેત્રથી શરૂ થાય છે. ભારતીય સીમામાં ચક ફકીરા ખાતે ખુલતો તેનો મુખપ્રદેશ લગભગ બે ફૂટ પહોળો છે. આપણા જવાનો ટનલની અંદર થોડા અંતર માટે ગયા છે. ટનલની અંદરથી 21 બોરી રેતી મળી આવી છે, જેનો ઉપયોગ ટનલમાંથી બહાર નીકળવાના માર્ગને મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
બુધવારે સાંબા સેક્ટરમાં ચક ફકીરા બોર્ડર આઉટ પોસ્ટ નજીક બીએસએફ દ્વારા વિશેષ સર્ચ ઓપરેશનમાં આ ટનલ મળી આવી હતી. બુધવારે સાંજે સુરંગ મળતા જ તપાસ તેજ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ક્ષેત્રમાંથી મળી આવેલી ટનલનું મોં આંતરરાષ્ટ્રીય સરહદની અંદર લગભગ ૧૫૦ મીટર અંદર અને ફેન્સિંગથી ૫૦ મીટર દૂર છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











