નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓને આમંત્રિત કરવા મામલે મતભેદો શરૂ થયા છે. આંટી ત્યાં ઘૂંચવાઈ જ્યારે હાલના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને આમંત્રિત કરવામાં આવ્યા. જેના પગલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખે પત્ર લખીને કહ્યું કે જો ભાજપના પ્રમુખ સી આર પાટીલને બોલાવો છો તો આ કાર્યક્રમમાં આપ (આમ આદમી પાર્ટી)ના પ્રમુખ ગોપાલ ઈટાલિયાને પણ આમંત્રિત કરો.
મૂળ પોતાની વાત પર વજન મુકતા ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાએ ચેમ્બર પ્રમુખ વી પી વૈષ્ણવને પત્રમાં કહ્યું છે કે ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝમાં દરેક રાજકીય પક્ષોની વિચારસરણીથી જોડાયેલા સભ્યો અને એસોશિએશન હોય, જેથી દરેક પાર્ટીને સમાન દરજ્જો આપવામાં આવે જેના કારણે ચેમ્બર કોઈ એક પાર્ટીનું ન બની રહે. ઉલ્લેખનીય છે કે શિવલાલ બારસિયા ચેમ્બરના પૂર્વ પ્રમુખ હોવા સાથે આમ આદમી પાર્ટીના નેતા પણ છે.
તેમણે કહ્યું કે, આ સમાન દરજ્જાને પગલે આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કે જે બંધારણ અને કાયદાઓના સારા જાણકાર છે, તેમના અનુભવનો પણ લાભ આપણા સભ્યોને મળે તેવી અરજ છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયા સી આર પાટીલની સમકક્ષનો હોદ્દો પણ ધરાવે છે. અગાઉના કાર્યક્રમમાં તમામ પાર્ટીના નેતાઓ અને અધિકારીઓને આમંત્રણ હતા, તેથી પાર્ટીના અધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવે તેવી મારી માગ છે.
![]() |
![]() |
![]() |











