Wednesday, July 8, 2026
HomeGeneral'PMને શરમ આવવી જોઈએ': પેટ્રોલ પર VATને લઈને વિપક્ષ શાસિત રાજયોના CMએ...

‘PMને શરમ આવવી જોઈએ’: પેટ્રોલ પર VATને લઈને વિપક્ષ શાસિત રાજયોના CMએ કર્યો વળતો પ્રહાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: બુધવારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો નહીં કરવા પર રાજ્ય સરકારો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ તીખા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે. દેશભરમાં કોરોનાની સ્થિતિ અંગે બુધવારે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વિપક્ષ શાસિત અનેક રાજ્યોમાં ઇંધણના ઊંચા ભાવોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને તેને અન્યાય ગણાવ્યો હતો અને સામાન્ય માણસને ફાયદો થાય તે હેતુથી રાજ્ય સરકારોને “રાષ્ટ્રીય હિતમાં” વેટ ઘટાડવાની તાકીદ કરી હતી.



વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની કેન્દ્ર સરકારે નવેમ્બરમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવા છતાં, ઘણા રાજ્યોએ વેટ ઘટાડવાની તેમની વિનંતીને ધ્યાનમાં લીધી ન હતી, અને સહકારી સંઘવાદની મૂળભૂત ભાવનાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક કટોકટીના સમયે રાજ્ય સરકારોને કામ કરવા વિનંતી કરી હતી. તેમણે આ સંદર્ભમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ અને તમિલનાડુનું નામ પણ લીધું હતું.

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવ (કેસીઆર) એ ગુરુવારે કહ્યું હતું કે વડા પ્રધાને રાજ્યોને કર ઘટાડવાનું કહેતા “શરમ” અનુભવવી જોઈએ. તેમણે કહ્યું કે ૨૦૧૫ થી તેમના રાજ્યમાં બળતણ વેરામાં કોઈ વધારો થયો નથી. કેસીઆરે કહ્યું, “રાજ્યોને પૂછવાને બદલે, કેન્દ્ર ટેક્સમાં ઘટાડો કેમ નથી કરતું…?” કેન્દ્રએ માત્ર કરવેરામાં જ વધારો નથી કર્યો, પરંતુ તે સેસ પણ વસૂલે છે… જો તમારામાં હિંમત હોય, તો મને કહો કે શા માટે ટેક્સ વધારવામાં આવ્યો?”



પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમની સરકારે પેટ્રોલ અને ડીઝલ પર સબસિડી આપવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં 1500 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણપણે એકતરફી અને ગેરમાર્ગે દોરનારું ભાષણ કર્યું. તેમણે રજૂ કરેલા તથ્યો ખોટા છે. અમે છેલ્લા ત્રણ વર્ષથી દરેક લિટર પેટ્રોલ અને ડીઝલ પર એક રૂપિયાની સબસિડી આપી રહ્યા છીએ. અમે આ માટે 1,500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.”

- Advertisement -

મમતા બેનર્જીએ કહ્યું, “અમારે કેન્દ્ર પર 97,000 કરોડ રૂપિયાનું દેવું છે. જે દિવસે અમને અડધી રકમ પણ મળી, બીજા દિવસે અમે પેટ્રોલ અને ડીઝલ પર 3000 કરોડ રૂપિયાની સબસિડી આપીશું. મને સબસિડીમાં કોઈ સમસ્યા નથી, પરંતુ હું સરકાર કેવી રીતે ચલાવીશ?” તેમણે કહ્યું કે બુધવારે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીઓ માટે બોલવાનું કોઈ સાધન ન હતું, તેથી વડા પ્રધાનની વાત પર તેમાંથી કોઈ પણ જવાબ આપી શક્યું નહીં.



પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર 5000 કરોડ અને 3000 કરોડ રૂપિયાની સબસિડી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાને પણ ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ રાજ્યોને કેન્દ્ર તરફથી નોંધપાત્ર આર્થિક સહાય મળે છે, જ્યારે તેમના રાજ્યને ખૂબ ઓછી સહાય આપવામાં આવે છે.

આ દરમિયાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે પણ વડાપ્રધાન પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતંપ કે, “શ્રી નરેન્દ્ર મોદી, તમારો એજન્ડા રાજ્યોને શરમજનક બનાવવાનો હતો. લોકોનો ભાર ઓછો કરવા કેન્દ્ર શું કરી રહ્યું છે? જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા માટે શું પગલાં લેવાઈ રહ્યા છે? લોકશાહીને બુલડોઝલ ન કરો. અમારી પાસેથી જાણો.”

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ માટે રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી શકાય નહીં. “આજે, મુંબઈમાં એક લિટર ડીઝલની કિંમતમાં, 24.38 રૂપિયા કેન્દ્રના છે, અને 22.37 રૂપિયા રાજ્યના છે. એક લિટર પેટ્રોલની કિંમત 31.58 રૂપિયા કેન્દ્રીય કર છે, અને 32.55 રૂપિયા રાજ્ય કર. તેથી તે સાચું છે કે રાજ્યને કારણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે.”



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular