નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં ગરમી વધતાં વાહનોમાં આગ લાગવાની ઘટનામાં વધારો સામે આવી રહ્યો છે. ભર બપોરે આકરા તાપમાં આજે એક બસમાં આગ લગતા વિકરણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લગતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
વડોદરામાં આજે બપોરે નિઝમપુરા રોડ પાસે મહેસાણા સર્કલ નજીક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. જોતજોતમાં આગએ વિકરણ સ્વરૂપ ધારણ કર્યું હતું. બસ છેલ્લા લાંબા સમથી બંધ હાલતમાં પડી હતી. આજે રિપેરિંગ માટે તરસાલી ગેરેજમાં લઈ જવામાં આવી હતી. બસને રિપેરિંગ કરાવીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન નિઝમપુરા રોડ પાસે અચાનક જ બસના પાછડના ભાગમાં ધુમાડો નીકળતો હતો. જેથી ડ્રાઇવરે બસ બંધ કરી વાયરો છૂટા પાડ્યા હતા.
બસમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગ ફાટી નીકળી હતી. જોતજોતમાં આગ બસની અંદર પ્રવેશી હતી અને બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસમાં ડ્રાઈવર અને કંડક્ટર બે જ લોકો હોવાથી આગ લાગતાં નીચે ઉતારી ગયો. જેથી જાનહાનિ ટળી હતી. બસમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની ટિમ આવી પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











