નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 10 રૂપિયાના નકલી સિક્કા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અને 10 લાખથી વધુની કિંમતના 10 રૂપિયાના 1 લાખથી વધુના સિક્કા મળી આવ્યા છે. આ કેસના મુખ્ય સૂત્રધાર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ સેલના ડીસીપી રાજીવ રંજનના જણાવ્યા અનુસાર બાતમીના પગલે નકલી સિક્કા બનાવતી ગેંગના કિંગપિન નરેશ કુમારને 22 એપ્રિલના રોજ દિલ્હીના મુંડકા વિસ્તારમાં દરોડા બાદ પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી ૧૦-૧૦ રૂપિયાના ૧૦૧૧૨ બનાવટી સિક્કા મળી આવ્યા હતા.
ડીસીપીએ જણાવ્યું કે, નરેશ કુમાર સામે કેસ નોંધીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, હરિયાણાના દાદરીના ઇમલોટા ગામમાં તેની નકલી સિક્કો બનાવવાની ફેક્ટરી છે. પોલીસે જ્યારે ફેક્ટરીમાં રેડ કરી તો જાણવા મળ્યું કે અહીં 4 મશીનોમાંથી નકલી સિક્કા બનાવવામાં આવી રહ્યા છે. ફેક્ટરીમાંથી સિક્કા ભરેલા 20 પેકેટ મળી આવ્યા હતા. એક પેકેટમાં 4000 નકલી સિક્કા હતા. આ ઉપરાંત 11500 સિક્કા મળી આવ્યા હતા. આમ કુલ 10,16,120 રૂપિયાના 101612 નકલી સિક્કા મળી આવ્યા હતા.
તેમણે કહ્યું કે નકલી સિક્કા બનાવવામાં ઉપયોગમાં લેવાતા ચાર મશીનો મળી આવ્યા છે. 70 કિલો વજનના નકલી સિક્કા મળી આવ્યા છે, જે સંપૂર્ણ રીતે બનાવવામાં આવ્યા ન હતા. 500 કિલોથી વધુ સિક્કા બનાવવાની સામગ્રી મળી આવી છે. પોલીસે નરેશ કુમાર ઉપરાંત સંતોષકુમાર મંડલ અને કારખાનામાં કામ કરતા ત્રણ મજૂર ધર્મેન્દ્રકુમાર શર્મા, ધર્મેન્દ્ર મહાતો અને શ્રવણકુમાર શર્માની ધરપકડ કરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











