નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગઇકાલ રાત્રે વડગામના ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને અમદાવાદથી આસામ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે MLA જિગ્નેશ મેવાણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આસામ કોર્ટએ મેવાણીના જામીન ના મંજૂર કર્યા છે.
આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે કરી હતી ધરપકડ કરી હતી. MLAની ધરપકડ બાદ ગુજરાત સહિત દેશભરમાં કોંગી કાર્યકરોએ ધરપકડનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક થશે જેમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ અંગે ચર્ચા કરશે. મેવાણીની ધરપકડ કથિત ટ્વિટ માટે કારમાં આવી હતી. આઇપીસી અને માહિતી ટેકનોલોજી અધિનિયમની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં MLA વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ બુધવારે રાત્રે મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસથી ધરપકડ કરવામાં આવી હતી.
મેવાણીને અમદાવાદથી ફ્લાઇટમાં ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોકરાઝાર લાવવામાં આવ્યા હતા અને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આસામ કોર્ટે વડગામના MLA જીગ્નેશ મેવાણીના જામીન ના મંજૂર કરી દીધા છે. આસામ પોલીસે ધરપકડ બાદ મેવાણીને આસામમાં કોર્ટ સમક્ષ હાજર કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે જીગ્નેશ મેવાણીના 3 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી બાજુ ગઈકાલે મેવાણીની ધરપકડ બાદ તેના PA કમલેશ કટારીયાના ઘરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











