નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પાંચ પોલીસકર્મીઓ સામે સાયલા પોલીસ સ્ટેશનમાં ગઇકાલે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમની સામે થયેલી ફરિયાદમાં આરોપ છે કે આ પોલીસ કર્મીઓ ગેરકાયદે રીતે એક દારૂ ભરેલા કન્ટેનરનું અપહરણ કરીને સાયલાથી રાજકોટ લાવ્યા હતા. આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એક મહિલા PSI, 3 હેડ કોન્સટેબલ અને કોન્સટેબલને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સમગ્ર ઘટના એવી હતી કે ગઇકાલે સ્ટેટ મોનિટરિંગ સેલની એક રેડ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કોન્સટેબલ દેવા ધરજીયા, હેડ કોન્સટેબલ ક્રીપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી અને ઉપેન્દ્રસિંહ ઝાલાને દારૂનું કન્ટેનર ભરેલા એક ટ્રક સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કેસના સંદર્ભમાં આજે અહેવાલ મળી રહ્યા છે કે આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા PSI ભાવના કડછા સહિત 3 હેડ કોન્સટેબલ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI જે.વી. ધોળાએ આ કેસ સાથે સાંકળેલા તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આ ઘટનામાં કર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી અને સાયલા પોલીસ સ્ટેશન દ્વારા સંકળાયેલા તમામની અટકાયત કરવામાં આવી છે. હાલ સાયલા પોલીસે આરોપી પોલીસ કર્મીઓ સાથે રહેલો બુટલેગર ઝડપવા પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











