નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃઅરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જિલ્લા પોલીસવડા સંજય ખરાતે પ્રોહીબીશનની કામગીરી અંગે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા જિલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે. મેઘરજ પોલીસ ઉંડવા ચેકપોસ્ટ નજીક રિક્ષામાંથી 140 બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી રિક્ષામાં દારૂની ખેપ મારતા બુટલેગરને ઝડપી પાડી 335 ઈંગ્લીશ દારૂના ક્વાંટરીયા સાથે દબોચી લીધો હતો.
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી રાજસ્થાનમાંથી દારૂ ભરી આવી રહેલી સીએનજી રિક્ષાને અટકાવી તલાસી લેતા રિક્ષામાંથી 28 હજારથી વધુના 335 ક્વાંટરીયા વિદેશી દારૂના જપ્ત કરી રિક્ષા ચાલક બુટલેગર શંકાર નટવર બરંડા (જાંબુડી-ભિલોડા) ને ઝડપી પાડી 78 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
મેઘરજ પોલીસે ઉંડવા ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે સીએનજી રિક્ષામાંથી 43 હજારનો વિદેશી દારૂ સાથે રિક્ષા ચાલક બુટલેગર સુખા ઉર્ફ કાંતિ કાળુ ડામોર (રહે,પહાડીયા-મેઘરજ)ને દબોચી લઇ 1.43 લાખના મુદ્દામાલ જપ્ત કરી રિક્ષામાં વિદેશી દારૂ ભરી આપનાર અમરત ઉર્ફે અમરો બબા ડામોર (રહે,માંડલી, સીમલવાડા-રાજસ્થાન) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











