Monday, July 6, 2026
HomeGeneralIPL સટ્ટાનો પર્દાફાશ : બુકી પાસેથી ID લઇ બાયડ બંટીની ઓફિસમાં સટ્ટો...

IPL સટ્ટાનો પર્દાફાશ : બુકી પાસેથી ID લઇ બાયડ બંટીની ઓફિસમાં સટ્ટો રમતા વડોદરાના બે સટ્ટોડીયાને દબોચતી પોલીસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી: IPLની ક્રિકેટ મેચમાં અરવલ્લી જીલ્લામાં દરેક મેચમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે. ઓનલાઈન સટ્ટામાં અનેક યુવાનો વ્યાજે રૂપિયા લઈ દાવ પર લગાવી વ્યાજના વિષચક્રમાં બરદાદ થઇ રહ્યા છે. ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા અનેક બુકીઓ વિવિધ સોશિયલ મીડિયા એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડી રહ્યા છે.



બાયડમાં માસ્ટર આઈડીથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વડોદરાના બે સટ્ટોડિયાને રીલાયન્સ પેટ્રોલપંપ સામે આવેલ જન મંગલમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલ બંટી નામના શખ્સની ઓફિસમાંથી બાયડ પોલીસે દબોચી લઈ 20.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઓફિસ માલિક બંટી અને આઈડી આપનાર અમદાવાદના લાલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બાયડ પીઆઈ મુકેશ તોમર અને પીએસઆઈ શિલ્પા પરમારને શહેરના જન-મંગલમ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે બંટી નામના શખ્સની ઓફિસમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની સાથે રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ તેમની ટીમ સાથે પહોંચી રેડ કરી હતી. ઓફિસમાં અમદાવાદના સટ્ટોડીયા લાલા પાસેથી આઈડી મેળવી સટ્ટો રમતા વડોદરાના જયેશ હીરાલાલ ઠક્કર અને સચીન ઠાકોરભાઈ શાહને દબોચી લઇ તેમની પાસેથી રૂ.19200/- રોકડા, લકઝુરિયસ કાર,મોંઘાદાટ મોબાઇલ-4, એલઈડી ટીવી, સેટ અપ બોક્ષ, રિમોટ મળી કુલ.રૂ.2040900/- નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઓનલાઈન સટ્ટો રમતા બંટી અને આઈડી આપનાર લાલા સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -




IPL મેચ પર સટ્ટો રમતા સટ્ટોડીયા અને બે ફરાર સટ્ટોડીયાના નામ
1. ) જયેશ હિરાલાલ ઠક્કર રહે.A/90 સંતોષીનગર, મહેસાણા નગર રોડ, નિઝામપુરા, વડોદરા
2. ) સચિનભાઇ ઠાકોરભાઇ શાહ રહે. D/402 , 7 હેવન ફ્લેટ, વાઘોડિયા રોડ વડોદરા
*વોંન્ટેડ આરોપીઓ*
1. ) લાલો અમદાવાદ મો.નં. ૯૮૯૮૨૧૦૨૨૨ નો છે તે જેનુ પુરૂનામ, સરનામુ ખબર નથી
2. ) બંટી જેનુ પુરૂ નામઠામ,સરનામુ ખબર નથી


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular