Friday, April 17, 2026
HomeGeneralજેલમાંથી બહાર આવતા જ યુવરાજસિંહ જાડેજાની જાહેરાત, યુવાનોના પ્રશ્નો ઉઠાવવા 'યુવા નવનિર્માણ...

જેલમાંથી બહાર આવતા જ યુવરાજસિંહ જાડેજાની જાહેરાત, યુવાનોના પ્રશ્નો ઉઠાવવા ‘યુવા નવનિર્માણ સેના’ સંગઠન બનાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વિધાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા 11 દિવસ જેલમાંથી છૂટયા બાદ એક મોટી જાહેરાત કરી છે. યુવાનોનો અવાજ ઉઠાવવા માટે બિનરાજકીય સંગઠન ‘યુવા નવનિર્માણ સેના’ની જાહેરાત કરી છે. આ સંગઠન દરેક સમાજ અને જ્ઞાતિના યુવાનોને એક મંચ પર લાવી રાષ્ટ્રહિતમાં કામ કરવાનો સંગઠન થકી દાવો કર્યો છે.



યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જેલમાંથી છુટ્યા બાદ આજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યુ હતું કે પરિવારો અને યુવાનોએ સંઘર્ષમાં સાથ આપ્યો તેમનો હું આભાર કરું છું. રાષ્ટ્ર હિતમાં, યુવા હિતમાં, બેરોજગાર શિક્ષિત યુવાનોના અધિકાર અને હક્ક માટે કામ કરતો હતો, તે કરું છું અને કરતો જ રહીશ. મારા 11 દિવસના જેલવાસ અને ગુજરાતના વિધાર્થીઓના અત્યાર સુધીનાં સંઘર્ષ અને પરિણામોના આધારે ગુજરાતના બેરોજગાર યુવાનોનાં મંતવ્યોથી ગુજરાતના યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે લડવા યુવાનોના નવા સંગઠન ‘યુવા નવનિર્માણ સેના’ બનાવવાનું હું આહવાન કરું છું.

યુવા નવ નિર્માણ સેના સંગઠન યુવાનો અને વિદ્યાર્થીઓની વેદના અને પ્રશ્નો ઉઠાવશે. આ સંગઠનના માધ્યમથી બિન રાજકીય રીતે યુવાનોના અવાજ ઉઠાવીશું. સરકાર અને સત્તા પક્ષ સામે રાખીશું. આવેદન અને નિવેદન, વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન માધ્યમથી અવાજ ઉઠાવીશું. યુવાનોના ભાવી સાથે થઇ રહેલા ચેડાંને ઉજાગર કરીશું. યુવા નવ નિર્માણ સેના બિન રાજકીય રહેશે. યુવાનો પોતાનો અધિકાર અને હક્ક માંગતા હોય તે મુદ્દાને દરેકે સમજવો જોઈએ અને તેનું નિરાકરણ લાવવું જોઈએ તેમને કોઈ રાજકીય પાર્ટીના ગણાવી રાજકારણ ના કરવા દરેક રાજકીય પાર્ટીને હું વિનંતી કરું છુ.

- Advertisement -

યુવરાજસિંહ પર લગાવેલા આરોપ વિશે જણાવ્યુ હતું કે , અમારો ઈરાદો કોઈને મારવાનો ન હતો, પણ બચાવવાનો હતો. આ બનાવને રીતે રજૂ કરાયુ તેનો ન્યાયિક રીતે જવાબ આપીશુ. મારી ધરપકડનો ઘટના ક્રમ આકસ્મિક હતો. ખોટી રીતે રજુ કરવામાં આવ્યો છે. જો બનાવની પુરી વાત જાહેર કરવામાં આવે તો સત્ય સામે આવશે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular