Sunday, July 5, 2026
HomeGeneralમાણસા: યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, વાહનોમાં આગ લગાવી

માણસા: યુવતીની છેડતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, વાહનોમાં આગ લગાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરના માણસામાં બે જુથ વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. યુવતીની છેડતી બાબતે મામલો બીચક્યો હતો. બે જુથ અથડામણ અનેક વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા.

માણસાના ઇટાદરા ગામે યુવતીની છેડતીને લઈને બે જુથ આમને સામને આવી ગયા હતા. જોત જોતમાં મામલો ઉગ્ર બન્યો હતો. બે જુથ આમને સામને આવી જતાં વાહનોમાં તોડફોડ અને આગચંપી પણ કરવામા આવી હતી. ઉપરાંત ઈટાદરા ગામે રાત્રિ દરમિયાન જાતરનો કાર્યક્રમ હતો. ત્યાં પણ તોફાની તત્વોએ LED સ્ક્રીનમાં તોડફોડ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું.

- Advertisement -

બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. બનાવ અંગે એસપી સહિત ડીવાયએસી કક્ષાના અધિકારીએ ગામમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ઈટાદરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular