Sunday, July 5, 2026
HomeGeneralઅમદાવાદ: વિધાર્થીઓને હક- ન્યાયનો પાઠ ભણાવતા શિક્ષકો પોતાના હક માટે રસ્તા પર...

અમદાવાદ: વિધાર્થીઓને હક- ન્યાયનો પાઠ ભણાવતા શિક્ષકો પોતાના હક માટે રસ્તા પર ઉતાર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં શિક્ષકોએ આંબેડકર જયંતિના દિવસે આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર શિક્ષકોની માગણી નહીં સ્વીકારે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો દ્વારા માગ કરવામાં આવી રહી છે.



આંબેડકર જ્યંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો સારંગપુર ખાતે એકત્રિત થઈને પડતર માગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોએ માગ કરી છે કે જિલ્લાના શિક્ષકોના પ્રમાણે 4200 ગ્રેડ પે આપવામાં આવે અને સાતમા પગાર પાંચનો લાભ તાત્કાલિક ધોરણે આપવામાં આવે ઉપરાંત જુની પેન્શન યોજના પ્રમાણે પેન્શન આપવામાં આવે.

છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે શિક્ષકો માગ કરી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કોઈ નિરાકરણ ન આવતા આજે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરવા રોડ પર ઉતરી આવ્યા હતા અને હજુ પણ જો આ મામલે ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં રાજ્યના અંદાજે દોઢ લાખ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



શિક્ષકના જણાવ્યા અનુસાર, જ્યારે શિક્ષક નિવૃત થઈ જાય અને તેમને સંતાન ન હોય તો તેઓ કઈ રીતે પોતાનું જીવન ગુજારશે ? ઘડપણમાં શિક્ષકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે આમ તેમ ભટકવુ ન પડે તે માટે જૂની પેન્શન યોજના અમલમાં લાવવા માટે અમારી માગ છે. 4200 ગ્રેડ પેને લઈ 15થી 20 હજાર રૂપિયા એક શિક્ષકને નુકસાન જઈ રહ્યું છે. જૂની પેન્શન યોજનાનો અમલ થતો નથી એટલે અમારા પરિવારને આગામી સમયમાં તકલીફો વેઠવી પડશે. આગામી દિવસોમાં કામનો બહિષ્કાર કરવાની સૂચના અમારા યુનિયન તરફથી આપવામાં આવશે તો પણ કરીશું. પણ અમારો હક્ક લઈને જ રહીશું.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular