વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપલા): નર્મદા જીલ્લા માંથી ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવા પોલિસ વડા તરફથી અલગ અલગ પોલીસ ટીમોને સૂચના મળી હતી. એ સૂચનાને આધારે નર્મદા એસ.ઓ.જી પોલીસે ડેડીયાપાડાના જંગલ વિસ્તાર માંથી 3 બંદૂક ઝડપી પાડી છે. શિકારીઓ ફરાર થઈ જતાં એમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં અરવીંદ જયંતી વસાવા, દિલીપ નારસીંગ વસાવા, ધિરજ ગણપત વસાવા (રહે.ગાજરગોટા તા.ડેડીયાપાડા) તથા બીજા બે ઇસમો બાઈક પર ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો લઈ શિકાર કરવા નીકળ્યા હોવાની ચોક્કસ બાતમી નર્મદા એસ.ઓ.જી પીઆઈ કે.ડી.જાટ અને એમની ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે જંગલ વિસ્તારમાં વોચ ગોઠવી અને શિકારીઓની શોધખોળ કરી રહ્યાં હતા તે દરમિયાન પોલીસ તેમનો પીછો કરી રહી હોવાની ગંધ શિકારીઓને આવી જતા તેઓ 3 બંદૂક અને બાઈક મૂકી ફરાર થઈ ગયા હતા. એસ.ઓ.જી પોલીસ ટીમે 3 બંદુકો 3,000/- રૂની તથા મોટર સાયકલ 30,000/- રૂ ની જપ્ત કરી શિકારી આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શિકારીઓ શિકાર કરવા જતા હોવાની બાતમી જો પોલીસને મળતી હોય તો ડેડીયાપાડા વન વિભાગ શું કરતું હતું, ડેડીયાપાડા વન વિભાગની ભૂમિકા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ ઘટના પરથી એક બાબત સાબિત થાય છે કે નર્મદા એસ.ઓ.જી એ કરેલી આ કાર્યવાહીને પગલે ડેડીયાપાડા વન વિભાગ ઊંઘતું ઝડપાયું છે. ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં શિકારીઓને પોલીસ પકડવા આવી રહી હોવાની માહિતી શિકારીઓને આપી કોણે તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











