Thursday, April 16, 2026
HomeGeneralવડોદરાઃ સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપેલા બૂટલેગર અને દારુના જથ્થાને ટોળું પથ્થરો મારી...

વડોદરાઃ સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપેલા બૂટલેગર અને દારુના જથ્થાને ટોળું પથ્થરો મારી છોડાવી ગયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં દારુની રેડ કરાવ ગયેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર હુમલો થતા ચકચાક મચી જવા પામી છે. ફિલ્મી સ્ટાઈલમાં હુમુલો કરીને આરોપીને પોલીસના હાથમાંથી છોડાવવામાં સફળતા મળી હતી. જો કે સમગ્ર મામલે ટોળાં સામે પોલીસ ફરીયાદ કરી છે.



વડોદરાના સમા વિસ્તારમાં ઉર્મિ સ્કુલ પાછળ ઝુંપડપટ્ટીમાં ચાલતા દારુના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પહોંચી હતી. રેડ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બૂટલેગરને દારુના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. બૂટલેગર અને દારુને છોડાવવા માટે બૂટલેગરના પરિવાર અને સાગરીતોનાં ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ પર હુમલો કરી દીઘો હતો.

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેડ કરીને બૂટલેગર દિલીપ ડામોર અને અન્ય એકનેની ધરપકડ કરી હતી.પરંતુ તેના સાગરીતોએ હુમલો કરીને બનેને પોલીસના કાફલામાંથી છોડાવીને લઈ ગયા હતા. ઉપરાંત ઝડપાયેલો દારુ પણ છોડાવીને લઈ ગયા હતા. ટોળાના હુમલા દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમા સ્ટાફના કર્મીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. હિંસક ટોળાએ કારના કાચ પણ તોડી નાખ્લા હતા.



સમગ્ર બાબતે પોલીસે સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સબ ઈન્સપેક્ટરે ફરિયાદ નોંઘાવી છે કે, PSI એસ.જે. રાઠવા છેલ્લા પાંચ દિવસથી સ્ટેટ મોનિટરીંગ સેલમાં ફરજ બજાવે છે, વડોદરા શહેરની ઊર્મિ સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટી પાસે ધીરજ પાંડે નામની વ્યક્તિ સાગરીતો સાથે મળી વિદેશી દારૂનો વેચાણ કરતો હોવાની બાતમી મળતા સ્ટાફના કર્મી સાથે ખાનગી કારમાં રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન બે વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા હતા અને જપ્ત કરેલા દારુની ગણતરી કરવામાં આવી રહી હતી. રેડની કામગીરી દરમિયાન એક ટોળુ લાકડીઓ લઈને આવી પહોંચ્યુ હતુ. બૂટલેગર દિલીપે બૂમ પાડતા ટોળાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારો કર્યો હતો અને બૂટલેગર દિલીપ ડામોરને છોડાવવા માટે દીકરી અને પત્ની ટોળા સાથે લાકડીઓ લઈને હુમલો કરીને બૂટલેગર અને દારુના જથ્થાને છોડાવીને લઈ ગયા હતા.

- Advertisement -

હુમલાના બનાવ પગલે સમા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસકર્મીને બૂટલેગર, દારૂનો જથ્થો અને હુમલાખોર કોઈ હાથમાં આવ્યા ન હતા. જેથી સમા પોલીસે આ મામલે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરીને શોધખોળની કામગીરી શરૂ કરી છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular