Friday, June 5, 2026
HomeGeneralતમંચે પે ડિસ્કોનો અભરખો ભારે પડ્યો: યુવકે ફાયરિંગ કર્યું અને ગોળી વાગી...

તમંચે પે ડિસ્કોનો અભરખો ભારે પડ્યો: યુવકે ફાયરિંગ કર્યું અને ગોળી વાગી 12 વર્ષના બાળકની આંખમાં, જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. શિવપુરી: લગ્ન ઉપરાંત અનેક સમારંભમાં ગનથી હવામાં ફાયરિંગ કરવું જાણે એક ટ્રેન્ડ બની ગયું છે. પરંતુ આવો અભરખો પૂરો કરવાના ચક્કરમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ જતું હોવાના અનેક કિસ્સા પ્રકાશિતમાં અગાઉ સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. બર્થ ડે પાર્ટીમાં ડાન્સ કરી રહેલી યુવતી પાસે જઈને હવામાં ફાયરિંગ કરતાં એક 12 વર્ષના બાળકની આંખમાં ગોળી હોવાના અહેવાલ સામે આવ્યા છે.



માહિતી અનુસાર, મધ્ય પ્રદેશના શિવપુરીમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બાર ડાન્સર સાથે ડાન્સ કરી રહેલા એક યુવકે ફાયરિંગ કર્યું હતું. જેની ગોળી 12 વર્ષના એક બાળકની આંખમાં ઘૂસી ગઈ હતી. બાળકને ગંભીર ઈજા પહોંચતા બાળકને ગ્વાલિયર સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ વીડિયો 6 અને 7 એપ્રિલની રાતનો છે. આ બનાવ આગે કરૈરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પાર્ટીમાં એક યુવક ડાન્સરથી થોડા અંતરે રિવોલ્વર ઠીક કરી રહ્યો હતો તે સમયે યુવકથી ટ્રિગર દબાઈ ગયું હતું. જેથી સામે બેઠેલા 12 વર્ષના એક બાળકને ગોળી વાગી ગઈ હતી. સ્થાનિક લોકોને થોડી ક્ષણો સુધી તો ખબર જ પડી ન હતી. પરંતુ બાળકને ઈજા થતાં બુમો પાડવા લાગતા આ બનાવની જાણ થઈ હતી. સ્થાનિક લોકોએ ફાયરિંગ કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો.

- Advertisement -





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular