Saturday, July 4, 2026
HomeGeneralરિક્ષા મુસાફરી થઈ હવે મોંઘી, રિક્ષા ચાલકોએ દોઢું ભાડું વસલવાનું શરૂ કર્યું

રિક્ષા મુસાફરી થઈ હવે મોંઘી, રિક્ષા ચાલકોએ દોઢું ભાડું વસલવાનું શરૂ કર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ સહિત ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં સામન્ય જનતા મોઘવારીથી ત્રાહિમામ પોકારી ચૂકી છે. ત્યાર હવે રિક્ષામાં મુસાફરી પણ મોઘી થઈ છે. સીએનજીના સતત ભાવ વધારાના કારણે રિક્ષાચાલકોનો રોષ સામે આવી રહ્યો છે.



રાજ્યમાં સીએનજી ગેસની કિંમતમાં થઈ રહેલા વધારાને પગલે હવે રિક્ષા ભાડું દોઢું થઈ ગયું છે. મુસાફરો પાસેથી મિનિમમ ભાડું 18 રૂપિયા લેવામાં આવતું હવે તે હવે વધીને 30 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે . છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગેસ અને ગુજરાત ગેસમાં સતત વધારો કરવામાં આવતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ સીએનજી ગેસનો ભાવ 74.59 રૂપિયા હતો જે બે દિવસ પહેલા 5 રૂપિયાના વધારા સાથે 79.59 રૂપિયા થયો છે.

સીએનજીના ભાવમાં 5 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો દ્વારા ભાવ ઘટાડવાની માગ કરવામાં આવી રહી છે. ઉપરાંત વધતી મોંઘવારીના કારણે ભાડું વધુ લેવા માટે મજબૂર બન્યા છે. સમગ્ર બાબતે રિક્ષાચાલકોના અસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહિતના અન્ય મંત્રીઓ અને અધિકારીઓને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. સાથે જ સીએનજીના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular